આલિયા અને સાસુ નીતુના સંબંધો વિશે પહેલીવાર બોલ્યો રણબીર કપૂર, કહ્યું - 'મારા કરતાં...'
Image: Facebook
Ranbir Kapoor: બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. અભિનેતાએ એક મુલાકાતમાં પત્ની આલિયા ભટ્ટ અને માતા નીતુ કપૂર વચ્ચેના સંબંધોની વાત કરી હતી. આલિયા ભટ્ટ અને નીતુ કપૂર ઘણીવાર સાથે ખુશ જોવા મળે છે, જેના કારણે તેમના સંબંધોની મજબૂતી સ્પષ્ટ દેખાઈ રહી છે. રણબીર કહે છે કે, આલિયા અભિનેતા કરતાં તેની માતા પ્રત્યે વધુ પ્રામાણિક છે.
રણબીર કપૂરે એક પોડકાસ્ટમાં કહ્યું હતું કે, આલિયા તેના પરિવારને ખૂબ પ્રેમ કરે છે. તેમજ સાસુ નીતુ કપૂર સાથે પણ તેનું ખાસ બોન્ડ છે. મારી માતા અને આલિયા વચ્ચે સ્ટ્રોંગ બોન્ડ છે. બન્ને એકબીજા પ્રત્યે ખૂબ જ પ્રામાણિક અને સાચા છે.
આ પણ વાંચો: બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં ફરી એક વિદ્યાર્થિનીની છેડતી કરાતાં હોબાળો, બે આરોપીની ધરપકડ
પાર્ટી હોય કે ઈવેન્ટ, આલિયા અને રણબીર વચ્ચે એક અલગ બોન્ડ જોવા મળે છે. પત્ની વિશે વાત કરતા રણબીરે કહ્યું કે, આલિયાએ દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં તેનો સાથ આપ્યો છે. મને યાદ છે કે જ્યારે પપ્પા અમેરિકામાં સારવાર લઈ રહ્યા હતા ત્યારે તેઓ મારી સાથે હાજર રહી હતી. તેણે હંમેશા મારા માટે ઘણું કરવાનો પ્રયાસ કર્યો છે.
રણબીર કપૂર અને આલિયા ભટ્ટે વર્ષ 2018માં ડેટિંગની શરૂઆત કરી હતી ડેટિંગના પહેલા વર્ષમાં બન્નેએ સાથે રહેવાનું શરૂ કર્યું હતું. રણબીરનું માનવું છે કે, લોકડાઉન દરમિયાન સાથે રહેવાથી તેમના સંબંધોની મજબૂતાઈ વધી છે. બન્નેને એકબીજાને સારી રીતે સમજવાનો મોકો મળ્યો. અભિનેતાએ ખુલાસો કર્યો કે, આલિયા તેની સાથે સંબંધ બાંધ્યા પછી વધુ શાંત થઈ ગઈ છે.