બોબીએ શર્ટ કાઢીને બોડી દેખાડી તો મને થઈ ગયું કે હવે આપણું કામ તમામ : રણબીર

ફિલ્મ એનિમલમાં બોબી દેઓલનો રોલ નાનો હતો

પરંતુ આ રોલનો પ્રભાવ પણ રણબીર કપૂરના રોલને ટક્કર આપે તેવો હતો

Updated: Jan 29th, 2024


Google NewsGoogle News
બોબીએ શર્ટ કાઢીને બોડી દેખાડી તો મને થઈ ગયું કે હવે આપણું કામ તમામ : રણબીર 1 - image


Animal Climax Scene: ફિલ્મ એનિમલમાં બોબી દેઓલનો રોલ ભલે નાનો હોય, પરંતુ તેની અસર રણબીર કપૂરના રોલથી ઓછી નથી. જ્યારે 'એનિમલ'ના ક્લાઈમેક્સ સીનમાં રણબીર કપૂર અને બોબી દેઓલ વચ્ચેની ફાઈટીંગએ લોકોને ભારે રોમાંચ આપ્યો હતો. આ સીનમાં શર્ટલેસ લડાઈ કરતા બંને કલાકારોએ જબરદસ્ત બોડી બનાવી હતી. આ આખા ફાઈટીંગ સીનમાં બંને કલાકારો જે રીતે ફાઈટીંગ કરી છે, તેમાં તે બંને પાત્રો 'એનિમલ' હોવાનો પુરાવો હતો.

'લૉર્ડ બોબી' જોઈને ડરી ગયો રણબીર કપૂર

રણબીર કપૂરે ફિલ્મની ઓટીટી રીલિઝને લઈને એક ઈન્ટરવ્યુ દરમિયાન ફિલ્મના ક્લાઈમેક્સ સીન વિશે વાત કરી હતી. અભિનેતાએ જણાવ્યું કે ક્લાઈમેક્સ સીનના શૂટિંગ દરમિયાન જ્યારે બોબી દેઓલે પોતાનો શર્ટ ઉતાર્યો ત્યારે તેની બોડી જોઈને રણબીર પોતે ડરી ગયો હતો, જેનો તેણે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કરતા કહ્યું હતું કે, ' મેં પહેલા શર્ટ ઉતાર્યો હતો, તો સમગ્ર યુનિટે તાળીઓ પાડી કે હીરોએ શર્ટ ઉતાર્યો હતો. પરતું જયારે બે દિવસ બાદ બોબીએ શર્ટ ઉતાર્યો ત્યારે મને અને મારા ટ્રેનરને લાગ્યું કેઆપણું તો કામ જ તમામ થઇ ગયું.' 

સોશિયલ મીડિયા પર 'લોર્ડ બોબી' ટ્રેન્ડ વિશે બોલ્યો બોબી 

ઈન્ટરવ્યુમાં રણબીરે બોબી દેઓલને સોશિયલ મીડિયા પર 'લોર્ડ બોબી'ના ટ્રેન્ડ વિશે પણ પૂછ્યું હતું, જે 'એનિમલ' રિલીઝ થયા પછી વધુને વધુ લોકપ્રિય થયો હતો. આ વિશે વાત કરતાં બોબીએ કહ્યું, 'લોકોના દિલમાં મારા માટે ઘણો પ્રેમ છે એટલા માટે મને આટલો પ્રેમ મળે છે.'

'એનિમલ'એ બમ્પર કમાણી કરી

'એનિમલ' એ વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ પરથી રૂ. 900 કરોડથી વધુની કમાણી કરી હતી, જ્યારે તેણે સ્થાનિક બોક્સ ઓફિસમાંથી રૂ. 550 કરોડની કમાણી કરી હતી. હવે આ ફિલ્મ હવે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી છે.

બોબીએ શર્ટ કાઢીને બોડી દેખાડી તો મને થઈ ગયું કે હવે આપણું કામ તમામ : રણબીર 2 - image



Google NewsGoogle News