'ANIMAL'ને લઈને થયેલા વિવાદ પર પહેલીવાર રણબીર કપૂરે તોડ્યું મૌન, જાણો શું આપ્યું રિએક્શન
નવી મુંબઇ,તા. 9 જાન્યુઆરી 2024, મંગળવાર
ફિલ્મ એનિમલ ગયા વર્ષે સિનેમાઘરોમાં રિલીઝ થઈ અને દેશ અને દુનિયાની બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. રણબીર કપુર અને રશ્મિકા મંદાનાની ફિલ્મ એનિમલમાં ખૂબ જ હિંસક દ્રશ્યો અને અભદ્રતા દર્શાવવા બદલ ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. હવે પહેલીવાર રણબીર કપૂરે વિવાદ પર પોતાની પ્રતિક્રિયા આપી છે.
રણબીર કપૂરે 'એનિમલ'ના વિવાદ પર મૌન તોડ્યું
'એનિમલ'માં બતાવવામાં આવેલી હિંસા અને અશ્લીલતા અને તેના ઘણા ડાયલોગ્સ પર ઘણો વિવાદ થયો હતો. અન્ય ફિલ્મોની તુલનાએ આ ફિલ્મમાં પ્રેમને નહીં પરંતું હિંસાને કેન્દ્રમાં રાખવામાં આવી છે. ફિલ્મમાં બતાવવામાં આવેલી હિંસા પર ઘણા લોકોએ વાંધો ઉઠાવ્યો હતો, તેમ છતાં ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું હતું અને મજબૂત કલેક્શન પણ કર્યું હતું.
ફિલ્મની સુપર-ડુપર સફળતા બાદ તેની સક્સેસ પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફિલ્મની સ્ટાર કાસ્ટ હાજર રહી હતી. આ દરમિયાન રણબીર કપૂરે 'એનિમલ'ને લઈને થઈ રહેલી ટીકા પર પોતાનું મૌન તોડ્યું હતું.
રણબીર કપૂરે કહ્યું કે, “એનિમલને મળેલી સફળતા માટે હું ખૂબ જ આભારી છું. જોકે, કેટલાક લોકોને આ ફિલ્મ સામે વાંધો હતો અને તેની ઘણી ટીકા થઈ હતી. પરંતુ બોક્સ ઓફિસના આંકડાએ સાબિત કર્યું કે ફિલ્મોથી ઉપર કંઈ નથી, પછી ભલે કોઈ ફિલ્મની ટીકા કરે કે વખાણ."
આ ફિલ્મે તેની રિલીઝના 40 દિવસમાં રૂ. 550 કરોડથી વધુનું કલેક્શન કરીને ઈતિહાસ રચ્યો છે. આ ફિલ્મ વિશ્વભરમાં 900 કરોડ રૂપિયાના આંકડાને સ્પર્શ કરવા તરફ આગળ વધી રહી છે.
મહત્વનું છેકે,'એનિમલ'નું નિર્દેશન સંદીપ કુમાર રેડ્ડીએ કર્યું છે. આ ફિલ્મમાં રણબીર કપૂર ઉપરાંત રશ્મિકા મંદન્ના, બોબી દેઓલ, અનિલ કપૂર અને તૃપ્તિ દિમરીએ મહત્વની ભૂમિકા ભજવી છે.