સંજય લીલા ભણશાળીને પોતાનો 'ગોડફાધર' માને છે રણબીર કપૂર, 17 વર્ષ પછી ફરી સાથે કામ કરશે
Ranbir Kapoor Godfather: બોલિવૂડના પ્રખ્યાત ડિરેક્ટર સંજય લીલા ભણસાલી એક જાણીતું નામ છે. તે પોતાના સુંદર ફિલ્મ નિર્માણ માટે પ્રખ્યાત છે. આ જ કારણ છે કે, દીપિકાથી લઈને રણવીર સિંહ સુધી દરેક જાણીતા સેલેબ્સ તેમની ફિલ્મનો ભાગ બનવાનું પસંદ કરતા હોય છે. સફળતાના આ શિખરો પર પહોંચવા માટે સંજય લીલા ભણસાલી દરેક અર્થમાં ખાસ છે. આવી સ્થિતિમાં તેઓ પોતાની આગામી ફિલ્મ 'લવ એન્ડ વોર'ની તૈયારી કરી રહ્યા છે. આ ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિક્કી કૌશલ લીડ રોલમાં છે. આ ફિલ્મ દ્વારા ભણશાળી અને રણબીર કપૂર 17 વર્ષ બાદ ફરીથી સાથે નજર આવશે. ચાહકો તેમને ફરી એક સાથે જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ રણબીર કપૂરે પણ ભણશાળી સાથે કામ કરવા અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે.
તે મારા ગોડફાધર છે....
તાજેતરમાં જ 55માં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (IFFI)માં રણબીર કપૂરે કહ્યું કે, 'હું ખૂબ જ ઉત્સાહિત છું. તે મારા ગોડફાધર છે. હું ફિલ્મો વિશે જે કંઈ જાણું છું, એક્ટિંગ વિશે જે કંઈ જાણું છું, તે બધું જ મેં તેમની પાસેથી શીખ્યું છે. તેઓ બિલકુલ બદલાયા નથી. તેઓ ખૂબ જ મહેનતુ છે. તેઓ ફક્ત તેની ફિલ્મો વિશે જ વિચારે છે. તેઓ માત્ર પાત્ર વિશે વાત કરવા માંગે છે, તેઓ ઈચ્છે છે કે તમે કંઈક બનાવો, કંઈક અલગ કરો.'
આ પણ વાંચો: રાજસ્થાનનાં બજેટમાં જ થાઇલેન્ડ, બાલી, વિયેતનામ બન્યા હોટ ફેવરિટ ડેસ્ટિનેશન વેડિંગ
સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ લવ એન્ડ વોર વિશે દર્શકોમાં ઘણી ઉત્સુકતા છે. આ ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ પહેલીવાર સાથે નજર આવશે. આ ફિલ્મ 20 માર્ચ 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો રણબીર છેલ્લે ફિલ્મ એનિમલમાં નજર આવ્યો હતો. આ ફિલ્મમાં રણબીર કપૂરની એક્ટિંગની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર કલેક્શન કર્યું હતું.