પટૌડી પેલેસમાં થયું હતું એનિમલનું શૂટિંગ, સૈફ અલી ખાનના ભવ્ય મહેલની કિંમત જાણીને ચોંકી જશો

ફિલ્મને દેશભરમાં લગભગ 4,000 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી છે

ફિલ્મે રિલીઝના ચોથા દિવસ સુધી આશરે 242 કરોડની કમાણી કરી લીધી છે

Updated: Dec 5th, 2023


Google NewsGoogle News
પટૌડી પેલેસમાં થયું હતું એનિમલનું શૂટિંગ, સૈફ અલી ખાનના ભવ્ય મહેલની  કિંમત જાણીને ચોંકી જશો 1 - image
Image:Social Media

Animal Shooting Location : રણબીર કપૂર અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ અનિમલ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. થોડાક જ સમયમાં આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 200થી વધુનું કલેક્શન કરી લીધુ છે. આ ફિલ્મે રિલીઝના ચોથા દિવસ સુધી આશરે 242 કરોડની કમાણી કરી લીધી છે. દર્શકોને ફિલ્મમાં બતાવવામાં આવેલા એક્શન સીનની સાથે ફિલ્મની લોકેશન પણ ખુબ જ પસંદ આવી રહી છે. પણ શું તમે જાણો છો કે આ ફિલ્મની શૂટિંગ સૈફ અલી ખાનના ઘર પટૌડી પેલેસમાં કરવામાં આવી છે.

પટૌડી પેલેસમાં થયું હતું એનિમલનું શૂટિંગ, સૈફ અલી ખાનના ભવ્ય મહેલની  કિંમત જાણીને ચોંકી જશો 2 - image

800 કરોડના પેલેસમાં કરવામાં આવી એનિમલની શૂટિંગ

મળેલા અહેવાલો મુજબ સૈફ અલી ખાનના પૈતૃક ઘર પટૌડી પેલેસમાં એનિમલ ફિલ્મનો મોટો હિસ્સો શૂટ કરવામાં આવ્યો છે. પટૌડી પેલેસની કિંમત લગભગ 800 કરોડ રૂપિયા છે. જ્યારે તમે આ ફિલ્મ અને સૈફ અલી ખાનના ઘરની કેટલીક તસવીરો જોશો, ત્યારે તમને સ્પષ્ટપણે ફરક દેખાશે. આ પેલેસ વર્ષ 1935માં બનાવવામાં આવ્યો હતો. સૈફ અલી ખાનના પરિવારના છેલ્લા નવાબ ઈફ્તિખાર અલી ખાન પટૌડી દ્વારા બનાવવામાં આવેલા આ ઘરના અંદરના ભાગમાં ભારતીય અને ઈસ્લામિક થીમ્સ દેખાય છે.

ફિલ્મ બનાવવામાં લગભગ 100 કરોડ રૂપિયાનો ખર્ચ થયો

પટૌડી પેલેસ ગુરુગ્રામથી લગભગ 26 કિલોમીટર દૂર આવેલું છે. સૈફ અને કરીના તેમનાં પુત્રો સાથે અહિયાં ફેમિલી ટાઈમ વિતાવવા આવતા હોય છે. કરીના અને સૈફની તસવીરોમાં આ ભવ્ય પેલેસની ઝલક જોવા મળતી હોય છે. ફિલ્મ એનિમલની વાત કરીએ તો આ ફિલ્મમાં રણબીર કપૂર મુખ્ય ભૂમિકામાં છે જયારે બોબી દેઓલ વિલેનની ભૂમિકા ભજવી રહ્યો છે. આ ઉપરાંત અનિલ કપૂર અને રશ્મિકા મંદાના પણ ફિલ્માં છે. આ ફિલ્મને દેશભરમાં લગભગ 4,000 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી છે અને તેને બનાવવામાં અંદાજે 100 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

પટૌડી પેલેસમાં થયું હતું એનિમલનું શૂટિંગ, સૈફ અલી ખાનના ભવ્ય મહેલની  કિંમત જાણીને ચોંકી જશો 3 - image


Google NewsGoogle News