રણબીર કપૂર અને આલિયા ભટ્ટના કૃષ્ણા- રાજ બંગલાનું ફર્સ્ટ લૂક જાહેર
- મુંબઇના બાંદરાના પાલીહિલ વિસ્તારના આ બંગલાની કિમત 250 કરોડ રૂપિયા
મુંબઇ : રણબીર કપૂર અને આલિયા ભટ્ટનું ડ્રીમ હાઉસ બંધાઇને તૈયાર થઇ ગયું છે. છેલ્લા બે વરસથી યુગલ મુંબઇમાં પોતાના શમણાનું ઘરધાવી રહ્યા હતા જે કૃષ્ણા રાજ બંગલો તરીકે ઓળખાય છે.
છ માળના બંગલોરણબીર કપૂરે પોતાની સ્વ. દાદી કૃષ્ણા રાજ કપૂરના નામ પર રાખ્યો છે. ઘણા મહિનાઓથી રણબીર, આલિયા અને નીતૂ કપૂર વારંવાર આ બંગલાના બાંધકામ પર નજર રાખતા જોવા મળતા હતા. એક રિપોર્ટના અનુસાર, રણબીરે પોતાની પુત્રી રાહાને આ બંગલો ભેટ આપવાની યોજના બનાવી રહ્યો છે તે રાહાના નામ પર આબંગલો રજિસ્ટર કરવાનું વિચારી રહ્યો છે.
આ બંગલાની કિંત ૨૫૦ કરોડથી પણ વધવાની શક્યતા છે. જે અમિતાભ બચ્ચનના જલસા બંગલાની સરખામણીમાં મુંબઇનો સૌથી મોંઘા અને આલિશાન બંગલો બનશે.
વાત તો એવી પણ છે કે, નીતૂ કપૂર આ બંગલાની સહ-માલિકણ હશે. સ્વ. રિશી કપૂરની સઘળી સંપત્તિની તે અડધો-અડધ વારસદાર છે. આ ઉપરાંત નીતૂ કપૂર આર્થિક રીતે સુરક્ષિત છે. હાલમાં જ તેણે બાંદરામાં ૧૫ કરોડ રૂપિયાનું આલિશાન ઘર ખરીદ્યું હતું.