રણબીરના કારના કાફલામાં 3 કરોડની નવી મર્સિડિઝનો ઉમેરો
- લાલ મર્સિડિઝમાં રણબીરનો વીડિયો વાયરલ
મુંબઇ : રણબીર કપૂરે આશરે ત્રણ કરોડની કિંમતની મનાતી નવી લાલ મર્સિડિઝ ખરીદી છે. તે મર્સિડિઝ બેન્ઝ એએમજી એસએલ૫૫માં જોવા મળ્યો હતો. પાપારાઝીઓએ તેનો પીછો કર્યો ત્યારે તેણે હાથ હલાવીને તેમનું અભિવાદન કર્યું હતું.
રણબીરની આ કારનું રજિસ્ટ્રેશન ગત ૨૭મી ડિસેમ્બરે થયું છે.
રણબીરે ૨૦૨૪માં આ ત્રીજી વૈભવી કાર ખરીદી છે. હજુ ગત જુનમાં તેણે અઢી કરોડની લેક્સસ કાર ખરીદી હતી. તે પહેલાં ગત એપ્રિલમાં તેણે આઠ કરોડની બેન્ટલી કાર ખરીદી હતી.
રણબીર અને આલિયાનું નવું ઘર પણ બનીને લગભગ તૈયાર છે અને હવે તેઓ ટૂંક સમયમાં નવાં ઘરમાં શિફ્ટ થવાનાં છે.