આલિયાનું દિવ્યા દ્વારા અપમાન છતાં રણબીરે એનિમલ ફાર્મ ન છોડી
- આલિયા માટે બેફામ આક્ષેપો કર્યા હતા
- દિવ્યાના પતિ અને ટી સીરિઝના માલિક ભૂષણકુમારે રણબીર શૂટિંગ કરવાનો હોવાનું કન્ફર્મ કર્યું
મુંબઇ : ટી સીરિઝના માલિક ભૂષણ કુમારની પત્ની દિવ્યા ખોસલા કુમારે આલિયાએ નિર્માતા તરીકે બનાવેલી અને આલિયા દ્વારા જ અભિનિત 'જિગરા'ના બોગસ બોક્સ ઓફિસ ડેટા પ્રગટ કરાયાના આક્ષેપો કરી આલિયાનું અપમાન કર્યું હતું. આમ છતાં પણ રણબીર કપૂરે ભૂષણ કુમારની ફિલ્મ 'એનિમલ ફાર્મ' નહિ છોડવાનું નક્કી કર્યું છે.
દિવ્યાએ સોશિયલ મીડિયા પર આક્ષેપો કર્યા ત્યારે અટકળો વ્યક્ત થઈ હતી કે રણબીર હવે દિવ્યાના પતિની ફિલ્મ છોડી શકે છે. પરંતુ, હવે ભૂષણ કુમારે કન્ફર્મ કર્યું છે કે રણબીર 'એનિમલ પાક'ર્નું શૂટિંગ શરુ કરવાનો છે. આ ફિલ્મ રણબીર કપૂર અને રશ્મિકા મંદાનાની સુપરહિટ ફિલ્મ 'એનિમલ'ની સીકવલ છે. તે રણબીરની કારકિર્દીની સૌથી સફળ ફિલ્મોમાંની એક ગણાય છે અને તેટલા ખાતર જ રણબીરે એક સુપરહિટ ફિલ્મની ફ્રેન્ચાઈઝી નહીં છોડવાનું નક્કી કર્યું હોવાનું મનાય છે. દેખીતી રીતે જ રણબીર અને આલિયાએ માનઅપમાન વિસારે પાડીને કમર્શિઅલ ગણતરીને કેન્દ્રસ્થાને રાખી છે. બીજી તરફ ભૂષણ કુમારે પણ આ વાતને પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવવાને બદલે સફળ પ્રોજેક્ટની સીકવલમાં આગળ વધવાનું નક્કી કર્યું છે.