'બેબી જૉન'થી વધુ કમાણી કરી રહી છે રણબીર-દીપિકાની ફિલ્મ, 200 કરોડના ક્લબમાં થશે સામેલ
Image: Facebook
Yeh Jawaani Hai Deewani Re-Release Box Office Collection: રણબીર કપૂર અને દીપિકા પાદુકોણની ફિલ્મ 'યે જવાની હે દીવાની' એક વખત ફરી પડદા પર ધૂમ મચાવી રહી છે. 2013માં પહેલી વખત થિયેટર્સમાં રિલીઝ થયેલી ફિલ્મ 3 જાન્યુઆરીએ એક વખત ફરી પડદા પર આવી છે. યે જવાની હે દીવાનીને દર્શકોનો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે અને કલેક્શનના મામલે આ વરુણ ધવનની 'બેબી જોન' ને પણ માત આપી રહી છે.
રિપોર્ટ અનુસાર પહેલા વીકેન્ડમાં યે જવાની હે દીવાની રી-રિલીઝની સ્ક્રીન સંખ્યા 750થી વધીને 2,200 સ્ક્રીન થઈ ગઈ છે. રી-રિલીઝ પર ફિલ્મે પહેલા દિવસે 1.20 કરોડ રૂપિયાની ઓપનિંગ કરી. બીજા દિવસે યે જવાની હે દીવાનીએ 2.40 કરોડ અને ત્રીજા દિવસે 3.25 કરોડ રૂપિયા કમાયા. આ રીતે રી-રિલીઝના પહેલા વીકેન્ડ પર ફિલ્મે 6.85 કરોડ રૂપિયા કમાઈ લીધા છે.
200 કરોડ ક્લબમાં એન્ટ્રી લેવાના નજીક 'યે જવાની હે દીવાની'
યે જવાની હે દીવાના એ સોમવારે પણ 1.25 કરોડ રૂપિયાનું કલેક્શન જ્યારે વર્ષ 2013માં પડદા પર આવી હતી ત્યારે ફિલ્મે બોક્સ ઓફિસ પર કુલ 188.57 કરોડ રૂપિયા કમાયા હતા. હવે રી-રિલીઝના ચાર દિવસના કલેક્શનની સાથે ફિલ્મે 197 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી દીધો છે એટલે કે હવે ફિલ્મ 200 કરોડ ક્લબમાં એન્ટ્રી લેવા નજીક છે.
આ પણ વાંચો: હવે આવી દેખાય છે ધૂમ અને ગોલમાલની અભિનેત્રી રિમી સેન, બદલાયેલો લુક જોઈ ફેન્સ ચોંકયા
'બેબી જોન' ને માત આપી રહી છે 'યે જવાની હે દીવાની'
દીપિકા પાદુકોણની ફિલ્મ યે જવાની હે દીવાની કલેક્શનના મામલે બેબી જોનને પછાડી રહી છે. વરુણ ધવન સ્ટારર આ ફિલ્મ બોક્સ ઓફિસ પર દરરોજ લાખો કમાઈ રહી છે. ફિલ્મને રિલીઝ થયે 14 દિવસ થઈ ગયા છે અને આ 14 દિવસોમાં ફિલ્મનું કુલ કલેક્શન 38.87 કરોડ રૂપિયા રહ્યું છે.
'થેરી' ની રિમેક છે 'બેબી જોન'
બેબી જોન ક્રિસમસના અવસરે થિયેટર્સમાં રિલીઝ થઈ હતી. આ તમિલ ફિલ્મ થેરીની રિમેક છે જેને 160 કરોડના ખર્ચે બનાવાઈ છે. જોકે ફિલ્મ બોક્સ ઓફિસ પર પોતાના બજેટનું અડધું કલેક્શન પણ કરી શકી નથી.