રામનાં પાત્રની તૈયારી માટે રણબીરે લૂક બદલી નાખ્યો

Updated: Feb 3rd, 2024


Google NewsGoogle News
રામનાં પાત્રની તૈયારી માટે રણબીરે લૂક બદલી નાખ્યો 1 - image


- એનિમલનો આક્રમક લૂક ગાયબ

- વ્યવસ્થિત કાપેલા વાળ તથા ક્લિન શેવમાં જોતાં ચાહકો દ્વારા આગામી ફિલ્મ વિશે અટકળો

મુંબઇ : રણબીર કપૂર હાલમાં ક્લિન શેવ્ડમાં જોવા મળ્યો હતો. તેનો અનિમલ લુક હવે ગાયબ થઇ જતાં, તેના પ્રશંસકો તેની આગામી ફિલ્મ વિશે અટકળ કરી રહ્યા છે. 

હાલમાં રણબીર પોતાની આગામી બે ફિલ્મો માટે ચર્ચામાં છે. જેમાં એક નિતેશ તિવારીની 'રામાયણ' છે, જેમાં તે રામનો રોલ કરવાનો છે. જ્યારે બીજી ફિલ્મ 'લવ એન્ડ વોર'ની ઘોષણા સંજય લીલા ભણશાલીએ હાલમાં જ કરી છે. 

જોકે, તેના હાલના લૂકને જોતાં તે 'રામાયણ' માટે તૈયારી કરી રહ્યો હોવાની અટકળોએ જોર પક્ડયું છે. 

કેટલાય ચાહકોને રણબીરનો હાલનો લૂક જોઈને તેની જૂની ફિલ્મ 'બરફી' પણ યાદ આવી ગઈ છે. 'બરફી'થી માંડીને 'એનિમલ' સુધી રણબીરે કેવી રેન્જ આપી છે તેની પણ નોંધ લઈ ચાહકો તેની પ્રશંસા કરી રહ્યા છે. 


Google NewsGoogle News