Get The App

આદરની મહેંદીમાં રણબીર, આલિયા, કરીના મન મૂકીને નાચ્યાં

Updated: Feb 21st, 2025


Google NewsGoogle News
આદરની મહેંદીમાં રણબીર, આલિયા, કરીના મન મૂકીને નાચ્યાં 1 - image


- સમગ્ર કપૂર ખાનદાન ઉમટી પડયું

- કરિશ્માનો  ભેટો તેના એક્સ હસબન્ડની  પહેલી પત્ની નંદિતા સાથે થઈ ગયો

મુંબઈ : આદર જૈન અને આલેખા અડવાણીનાં પ્રિ વેડિંગ ફંકશન્સ શરુ થઈ ગયાં છે. તેની મહેંદી સેરિમનીમાં સમગ્ર કપૂર ખાનદાન ઉમટી પડયું હતું. આ વખતે રણબીર કપૂર, આલિયા ભટ્ટ તથા કરીના કપૂર મન મૂકીને નાચ્યાં હતાં. 

રણબીર, આલિયા,  કરીના, કરિશ્મા, નીતુ કપૂર, રિદ્ધિમા સૌના આ ફંકશન્સના  લૂક્સ સોશિયલ  મીડિયા પર વાયરલ થયા છે. 

આ ફંકશન્સમાં કરિશ્મા કપૂર અને તેના એક્સ હસબન્ડની પહેલી પત્ની નંદિતા મહેતાની સામસામે આવી ગયાં હતાં. નંદિતા કરણ જોહરની સાથે આ ફંકશનમાં આવી હતી. કરિશ્મા સાથે લગ્ન કરતાં પહેલાં સંજય કપૂરનાં લગ્ન નંદિતા મહેતાની સાથે થયાં હતાં. નંદિતા વ્યવસાયે ફેશન ડિઝાઈનર છે. એક સમયે  નંદિતા અને રણબીર કપૂરનું પણ અફેર ચાલતું હોવાનું મનાતું હતું. 

કરિશ્મા અને નંદિતા અગાઉ પણ સામસામે આવી ચૂક્યાં છે. જોકે, બંને આ સ્થિતિને બહુ પરિપકવતાથી હેન્ડલ કરે છે. 


Google NewsGoogle News