રાણા દગ્ગુ બાટી હવે ઓરંગઝેબની ભૂમિકામાં જોવા મળશે

Updated: Jun 9th, 2024


Google NewsGoogle News
રાણા દગ્ગુ બાટી હવે ઓરંગઝેબની ભૂમિકામાં જોવા મળશે 1 - image


- આ ફિલ્મમાં શાહિદ કપૂર મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે

મુંબઇ : શાહિદ કપૂર છત્રપતિ શિવાજી મહારાજની ફિલ્મમાં મુખ્ય રોલ કરી રહ્યો છે. આ ફિલ્મનું શૂટિંગ આ વરસના અંત સુધીમાં શરૂ  કરવામાં આવે તેવી શક્યતા છે. હવે આ ફિલ્મને લઇને અપડેટ છે કે, આ ફિલ્મમાં ઓરંગઝેબના રોલ માટે રાણા દગ્ગુબાતીનો સંપર્ક કરવામાં આવશે. જોકે નિર્માતાને વિશ્વાસ છે કે, રાણા દગ્ગુબાતી ઔરંગઝેબના રોલ માટે ઇન્કાર કરશે નહીં. 

સોશયલ મીડયાના એક પોર્ટલના રિપોર્ટના અનુસાર, ઔરગંઝેબના પાત્ર માટે અમિત રાયની પહેલી પસંદગી રાણા દગ્ગુબાતી જ છે. શૂટિંગ શેડયુલ નક્કી થાય પછી અભિનેતા સાથે વાતચીત કરવામાં આવશે. 

ફિલ્મની સ્ક્રિપ્ટ ફાઇનલ થઇ ચુકી છે અને પ્રી પ્રોડકશન કામ ચાલી રહ્યું છે. 


Google NewsGoogle News