સુપરસ્ટાર રજનીકાંતની એક્ટિંગ પર રામગોપાલ વર્માએ ઊઠાવ્યાં સવાલ, કહ્યું - 'સ્લો મોશન વગર તેમનું..'
Image: Facebook
Ram Gopal Varma: હિન્દી અને સાઉથ ફિલ્મોમાં પોતાના અભિનયથી જાણીતાં રજનીકાંતને સુપરસ્ટાર કહેવામાં આવે છે અને તેના ચાહકો તેની પૂજા કરે છે. આટલી સ્ટારડમ મળ્યા છતાં રામ ગોપાલ વર્માનું કહેવું છે કે 'રજનીકાંત સારો અભિનેતા નથી.'
રામ ગોપાલ વર્મા રજનીકાંતને સારો અભિનેતા માનતો નથી. સત્યાનું નિર્દેશન કરી ચૂકેલા રામ ગોપાલે કહ્યું કે સ્લો મોશનના અંદાજ વિના તેનું કોઈ અસ્તિત્વ નથી. એટલું જ નહીં તેણે રજનીકાંતની તુલના મનોજ બાજપેયી સાથે કરી દીધી છે.
રજનીકાંતની એક્ટિંગ પર રામ ગોપાલનું નિવેદન
રામ ગોપાલ વર્માએ એક્ટર અને સ્ટારમાં અંતર જણાવતાં કહ્યું, 'એક્ટિંગનો અર્થ પાત્ર હોય છે, સ્ટારનો અર્થ પ્રદર્શન થાય છે અને બંનેમાં ખૂબ અંતર છે. શું રજનીકાંત એક સારો એક્ટર છે? મને ખબર નથી. મને નથી લાગતું કે રજનીકાંત ભીખૂ મ્હાત્રે (સત્યામાં મનોજ બાજપેયીનું પાત્ર) જેવું પાત્ર નિભાવી શકે છે પરંતુ રજનીકાંતની સાથે તમે તેને માત્ર તે જ રીતે જોવા ઈચ્છશો. સ્લો મોશન વિના મને નથી ખબર કે રજનીકાંતનું અસ્તિત્વ હોઈ શકે કે નહીં. તમને રજનીકાંતને અડધી ફિલ્મમાં કંઈ પણ કર્યાં વિના માત્ર સ્લો મોશનમાં ચાલતાં જોવામાં કોઈ વાંધો નથી. આ તમને ઉત્સાહિત કરે છે.'
આ પણ વાંચો: રણવીર અલ્હાબાદિયા-સમય રૈનાને સમન પાઠવી શકે છે સંસદીય સમિતિ, પોલીસનું પણ તેડું
રજનીકાંતને દેવતા ગણાવ્યા
રામ ગોપાલ વર્માનું કહેવું છે કે લોકો રજનીકાંત અને અમિતાભ બચ્ચન જેવા સ્ટાર્સને દેવતા માને છે. દરમિયાન તે તેમને કોઈ કેરેક્ટરમાં જોવાનું પસંદ કરતાં નથી. જ્યારે કોઈ સ્ટાર નોર્મલ કેરેક્ટર પ્લે કરે છે તો આ નિરાશાજનક હોઈ શકે છે. ઉદાહરણ આપતાં રામ ગોપાલ વર્માએ કહ્યું કે હું અમિતાભ બચ્ચનના તે સીનથી નફરત કરું છું જેમાં તેને પેટમાં દુખાવો થયો હતો. તમે સ્ટાર્સને હંમેશા દેવતા તરીકે જોવો છો. દેવતા કેરેક્ટર્સ બની શકે નહીં.
રામ ગોપાલ વર્માની આગામી ફિલ્મો
રંગીલા, સત્યા, કંપની, ભૂત, પ્રેમ કથા, મની અને સરકાર જેવી ફિલ્મોનું ડિરેક્શન કરી ચૂકેલો રામ ગોપાલ વર્મા અત્યારે પોતાની આગામી ફિલ્મ સિન્ડીકેટ મૂવી પર કામ કરી રહ્યો છે. કહેવાઈ રહ્યું છેકે ફિલ્મમાં અમિતાભ બચ્ચન, ફહાદ ફાસિલ અને વેંકટેશ લીડ રોલમાં હોઈ શકે છે.