Get The App

રામાનંદ સાગરની રામાયણ ધારાવાહિકના રામનો નવો લૂક, જાણો, ફેન્સ કેમ આપવા લાગ્યા અભિનંદન ?

લાંબા સફેદ વાળ દાઢીધારી અને માથામાં તિલક સાથેનો ફોટો શેર કર્યો

વર્ષો પછી પણ તેમને લોકો રામાયણના રામ તરીકે જ ઓળખે છે

Updated: Apr 25th, 2023


Google News
Google News
રામાનંદ સાગરની રામાયણ ધારાવાહિકના રામનો નવો લૂક, જાણો, ફેન્સ કેમ આપવા લાગ્યા અભિનંદન ? 1 - image


નવી દિલ્હી, 25 એપ્રિલ,2023,મંગળવાર 

રામાનંદ સાગરની રામાયણ એટલે દુરદર્શનનો સુવર્ણકાળ, ટીવી બોકસના માધ્યમથી રામાયણના પાત્રોને ઘર ઘર સુધી પહોંચાડવામાં રામાનંદ સાગરની રામાયણ ધારાવાહિકનો મોટો ફાળો હતો. રામાયણનું પ્રસારણ થતું ત્યારે લોકો ટીવી સેટ પર ગોઠવાઇ જતા. જાહેર સ્થળો અને માર્ગો પર ચહલ પહલ ઘટી જતી હતી. રામાયણમાં રામનું પાત્ર બોલીવુડ એકટર અરુણ ગોવિલે ભજવ્યું હતું. રામના પાત્રને બહૂબી ભજવ્યું હોવાથી વર્ષો પછી પણ તેમને લોકો રામાયણના રામ તરીકે જ ઓળખે છે. આમ તો અનેક હિંદી ફિલ્મોમાં અરુણ ગોવિલે અભિનય કર્યો છે પરંતુ રામનો કિરદાર જ તેમની સાથે જોડાયેલો છે.

 કોરોના લોકડાઉનમાં જયારે દુરદર્શને રામાયણ ધારાવાહિકનું પુન પ્રસારણ શરુ કર્યુ ત્યારે ફરી રામાયણમાં અભિનય કરનારા કલાકાર ફરી લાઇમલાઇટમાં આવ્યા હતા. રામાયણના રામ અરુણ ગોવિલ આજકાલ નવા જ લૂકમાં મળી રહયા છે. સોશિયલ મીડિયામાં તેમણે આવનારી એક ફિલ્મ માટેનો ફોટો શેર કર્યો છે. જેમાં  લાંબા સફેદ વાળ દાઢીધારી અને માથામાં તિલક સાથે જોગી જેવા જણાય છે. પહેલી નજરે અભિનેતાને ઓળખવા પણ મુશ્કેલ લાગે છે. ફિલ્મ રામ મંદિરના નિર્માણ પર આધારિત છે. બાબા અભિરામદાસની ભૂમિકા ભજવી રહયા છે. રામમાં આસ્થા ધરાવનારા દરેકને ફિલ્મ સારી ગમશે તેવી આશા રાખી રહયા છે. અરુણ ગોવિલના સોશિયલ મીડિયા ફેન્સ બીગ સ્ક્રીન પર કાસ્ટ થવા બદલ અભિનંદન આપી રહયા છે. 

 

Tags :
Ramayangreat-poemArun-govilfamous-actorNew-lookinstagramEntertainment

Google News
Google News