પુષ્પા 2 ફિલ્મની ટિકિટના ભાવ મુદ્દે વિવાદ, રામ ગોપાલ વર્માનું અલ્લુ અર્જુનને સપોર્ટ કરતું ટ્વિટ વાઈરલ
Pushpa 2 Movie Ticket Prices : ટોલિવૂડ આઈકોન સ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા-2' સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. જ્યારે પુષ્પા 2 ફિલ્મ બોક્સ ઓફિસ પર રિલીઝ થવાના પહેલા 125 કરોડની કમાણી કરી લીધી છે. આટલું જ નહીં, પહેલા દિવસની આગાહીમાં બોક્સ ઓફિસ કલેક્શન 250 કરોડને પાર કરી જાય તેવી પૂરી સંભાવના છે. જેમાં મુંબઈમાં 3000 સુધીના ભાવમાં ટિકિટનું વેચાણ થઈ રહ્યું છે. જેમાં ટિકિટના ભાવને લઈને વિવાદ થઈ રહ્યો છે, તેવામાં ફિલ્મ મેકર રામ ગોપાલ વર્માનું ટ્વિટ વાઈરલ થઈ રહ્યું છે. કરોડો ફેન્સની જેમ રામ પણ અલ્લુ અર્જુનને ખૂબ પસંદ કરે છે. તેમના મતે ફિલ્મની ટિકિટ આટલી મોંઘી હોવી સામાન્ય વાત છે. જે કોઈ સામાન્ય હોટમાં બેસીને ઈડલી ખાવાની વાત નથી. જો તમારે મોંઘી 7 સ્ટાર ઈડલી ન ખાવી હોય તો ન જાવ, કારણ કે આ મનોરંજન છે, જરૂરિયાત નથી.
ફિલ્મ મેકર રામ ગોપાલ વર્માએ શું કહ્યું?
હોટલ અને ઈડલીનું ઉદાહરણ આપતા રામ ગોપાલ વર્માએ પુષ્પા 2 ફિલ્મની મોંઘી ટિકિટનું આખું ગણિત સમજાવ્યું હતું. તેમણે સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે, 'સુબ્બારાવ નામનો એક વ્યક્તિએ ઈડલીનું હોટલ ખોલ્યું છે અને એક પ્લેટ ઈડલીની કિંમત 1000 રૂપિયા રાખી છે. સુબ્બારાવ આટલા પૈસા વસૂલવાનું કારણ એ છે કે તેઓ માને છે કે વડી ઈડલી અન્ય ઈડલી કરતાં વધુ સારી છે. પરંતુ જો ગ્રાહકને સુબ્બારાવની ઈડલી પસંદ ન હોય તો તે સુબ્બારાવની હોટેલમાં નહીં જાય. તેનાથી માત્ર સુબ્બારાવને જ નુકસાન થશે, બીજા કોઈને નહીં.'
ફિલ્મોને પણ નફા માટે બનાવવામાં આવે છે, જાહેર સેવા માટે નહીં
જ્યારે આગળ લખે છે કે, 'જો કોઈ એવી બૂમો પાડે કે સુબ્બારાવની ઈડલી સામાન્ય માણસને પોસાય તેમ નથી, તો તે 7 સ્ટાર હોટલ સામાન્ય માણસને પોસાય તેમ નથી તેવી બૂમો પાડવા જેટલી મૂર્ખતા છે. પુષ્પા 2 ના કિસ્સામાં, તે 7 સ્ટાર રેટેડ ફિલ્મ છે. તમામ પ્રોડક્ટની જેમ ફિલ્મોને પણ નફા માટે બનાવવામાં આવે છે, જાહેર સેવા માટે નહીં. તો પછી તેઓ શા માટે લક્ઝરી કાર, આલીશાન ઈમારતો, બ્રાન્ડેડ કપડાં અને ફિલ્મની ટિકિટોના ભાવ પર રડી રહ્યા છે?'
આ પણ વાંચો: 'પુષ્પા' ને જોવા મચી નાસભાગ, ભીડમાં એક મહિલા કચડાઈ, 9 વર્ષનો દીકરો થયો બેભાન
રામ ગોપાલ વર્માએ લખ્યું કે, ‘પુષ્પા 2 હાઉસફૂલ જઈ રહ્યું છે. આ ફિલ્મ વાઈલ્ડ ફાયર નહીં, પણ વર્લ્ડ ફાયર છે. આ સાથે અલ્લુ અર્જુનને મેગાસ્ટાર કહ્યો. જેથી અલ્લુ જ્યારે પણ સિનેમાઘરોમાં આવે છે તો બોક્સ ઓફિસ પર વાવાઝોડું આવે છે.’