VIDEO: પંકજ ત્રિપાઠીની 'મેં અટલ હું' ફિલ્મનું પહેલું સોન્ગ 'Ram Dhun' થયું રિલીઝ, ફેન્સને ખુબ ગમ્યું

Updated: Jan 4th, 2024


Google NewsGoogle News
VIDEO: પંકજ ત્રિપાઠીની 'મેં અટલ હું' ફિલ્મનું પહેલું સોન્ગ 'Ram Dhun' થયું રિલીઝ, ફેન્સને ખુબ ગમ્યું 1 - image


નવી દિલ્હી,તા. 4 જાન્યુઆરી 2024, ગુરુવાર 

પંકજ ત્રિપાઠીની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'મૈં અટલ હૂં'નું પહેલું ગીત 'રામ ધૂન' રિલીઝ થઈ ગયું છે, જેણે રિલીઝ થતાની સાથે જ બધાના દિલ જીતી લીધા છે. 3 જાન્યુઆરીએ આ ગીતનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું, જે બાદ ચાહકો આ ગીતની રિલીઝની રાહ જોઈ રહ્યા હતા. 

પંકજ ત્રિપાઠીએ પોતે આ ગીતનો વિડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા લખ્યુ કે, , 'જબ ધૂનકી લગી રામ નામ કી, ભૂલ ગયે સબ કામ! #RamDhun ગીત હવે રિલીઝ થઈ ગયું છે. #MainATALHoon 19 જાન્યુઆરી, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. 

થોડા કલાકોમાં જ રિલીઝ થયેલા આ ગીતના વીડિયોને અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં વ્યૂઝ મળ્યા છે. આ ગીતને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. આ ગીતને કૈલાશ ખેરે પોતાનો અવાજ આપ્યો છે. ગીતના બોલ પણ કૈલાશ ખેરે લખ્યા છે. આ ગીત પણ કૈલાશ ખેરે કમ્પોઝ કર્યું છે, જ્યારે ગીતનું સંગીત ફ્રેન્કો ભલ્લાએ તૈયાર કર્યું છે.

ડાયરેક્ટર રવિ જાધવ દ્વારા નિર્દેશિત પંકજ ત્રિપાઠીની ફિલ્મ 'મેં અટલ હૂં'નું ટ્રેલર પણ ગયા વર્ષે રિલીઝ થયું હતું, જેને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મમાં ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની સફર જણાવવામાં આવી છે. આ ફિલ્મ 19 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ સિવાય પંકજ ત્રિપાઠી 'મેટ્રો ઇન દિનો' અને 'સ્ત્રી 2' જેવી ફિલ્મોમાં પણ જોવા મળશે.

જુઓ ગીત


Google NewsGoogle News