પુષ્પાના ડાયરેક્ટર સુકુમારની આગામી ફિલ્મમાં રામચરણ

Updated: Mar 27th, 2024


Google NewsGoogle News
પુષ્પાના ડાયરેક્ટર સુકુમારની આગામી ફિલ્મમાં રામચરણ 1 - image


- હાલ ફિલ્મને આરસી 17 તરીકે ઓળખાવાશે

- આરઆરઆરના હીરોએ પુષ્પાના સર્જક સાથે પ્રોજેક્ટ શરૂ કરતાં ચાહકો રોમાંચિત

મુંબઇ : આરઆરઆરના હિરો રામચરણ તથા પુષ્પાના દિગ્દર્શક સુકુમાર સાથે આવ્યા છે. બંનેએ એક ફિલ્મની ઘોષણા કરી છે. 

આ ફિલમને હાલ આરસી ૧૭ એવું નામ અપાયું છે. ફિલ્મના બાકી કલાકારો વિશે ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે. 

રામચરણે સુકુમાર સાથે હોળી રમવાની તસવીરો પોસ્ટ કરી આ ફિલ્મની સત્તાવાર જાહેરાત કરી હતી. ફિલ્મ આગામી વર્ષે ભારતભરતમાં રીલીઝ કરવાનું પ્લાનિંગ છે. 

રામ ચરમ હાલ જાહ્નવી કપૂર સાથે 'આરસી ૧૬'માં કામ કરી રહ્યો છે. ગયા અઠવાડિયે તેણે આ ફિલ્મની તસવીરો શેર કરી હતી. 

બીજી તરફ સુકુમાર હાલ પુષ્પા ટૂ'ને આખરી ઓપ આપવામાં વ્યસ્ત છે. તે પછી તરત જ પુષ્પાના ત્રીજા ભાગની પણ તૈયારી શરુ કરી દેવામાં આવી છે. 

Ram-Charan

Google NewsGoogle News