Get The App

રામ ચરણ અને કિયારા અડવાણીની ફિલ્મ ગેમ ચેન્જર બોક્સ ઓફિસ પર નાણાં છલકાવી રહી છે

Updated: Jan 12th, 2025


Google NewsGoogle News
રામ ચરણ અને કિયારા અડવાણીની ફિલ્મ ગેમ ચેન્જર બોક્સ ઓફિસ પર નાણાં છલકાવી રહી છે 1 - image


- સાઉથની આ ફિલ્મે રિલીઝના પહેલા જ દિવસે 51.25 કરોડ રૂપિયાનું કલેકશન કર્યું

મુંબઇ : રામ ચરણ અને કિયારા અડવાણીની ફિલ્મ ગેમ ચેન્જર ૧૦ જાન્યુઆરીનો રોજ થિયેટરોમાં રિલીઝ થઇ છે. આ ફિલ્મ તેલુગુ, તમિલ, હિંદી, કન્નડ અને મલયાલમ ભાષામાં રિલીઝ કરવામાં આવી છે. ભારતમાં જ પહેલા દિવસે આ ફિલ્મે ૫૧.૨૫ કરોડ રૂપિયાનં કલેકશન કર્યું છે. રિપોર્ટના અનુસાર, તેલુગુ વર્ઝને ૪૨ કરોડ રૂપિયા, તમિલમાં ૨.૧ કરોડ રૂપિયા, મલયાલમમાં પાંચ લાખ અને હિંદી વર્ઝનમાં ૭ કરોડ રૂપિયાનું કલેકશન કર્યું છે. આ ફિલ્મને પૈન ઇન્ડિયા રિલીઝ મળી હોવાથી ખાસ્સો ફાયદો મળી રહ્યો છે. આ ફિલ્મ વીકેન્ડમાં વધુ વ્યવસાય કરશે તેવી આશા છે.

સાઉથની એક પછી એક ફિલ્મ બોક્સઓફિસ પર ટંકશાળ પાડી રહી છે. જેની સરખામણીમાં બોલીવૂડની ફિલ્મો ઊણી ઊતરી છે.

રામ ચરણ અને કિયારા અડવાણીની જોડી પ્રથમ વખત સાથે કામ કરી રહી છે. રામ ચરણના અભિનયને દર્શકો વખાણી રહ્યા છે.

ગેમ ચેન્જર ફિલ્મ એક રાજકીય ડ્રામા છે, જે રામ નંદન નામના એક આઇએએસઅધિકારીની આસપાસ ફરે છે. આ વાર્તા કાર્તિક સુબ્બારાજની છે અને દિલ રાજુ અને સિરીશના પ્રોડકશનમાં બની છે.


Google NewsGoogle News