VIDEO : લતા મંગેશકરના અવાજમાં 'રામ આયેંગે તો અંગના સજાઉંગી...', ગીતમાં મગ્ન થયા ફેન્સ, AIએ કરી કમાલ
થોડા દિવસો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લતા મંગેશકરનું એક ભજન શેર કર્યું હતું
Song In Lata Mangeshkar Voice With The Help Of AI : સમગ્ર દેશ હાલ રામમય બની ગયો છે. સર્વત્ર જય શ્રી રામના નારા ગુંજી રહ્યા છે. આ દરમિયાન કેટલાંક ભજનો પણ વાયરલ થઇ રહ્યા છે. કેટલાંક દિવસો પહેલા તમામ લોકોના હોઠો પર રામ આયેંગે તો અંગના સજાઉંગી ગીત જે સ્વાતિ મિશ્રાએ ગયું છે તે ચઢી ગયું હતું. હવે AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી આ ગીતને દિવંગત લોકપ્રિય ગાયિકા લતા મંગેશકરનો અવાજ આપવામાં આવ્યો છે અને તેમના અવાજમાં આ ગીત સાંભળીને ખરેખર ફેન્સ મંત્રમુગ્ધ થઈ જાય છે.
વડાપ્રધાને લતા મંગેશકરનું ભજન કર્યું હતું શેર
લતા મંગેશકરની અવાજમાં AIનો આ વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. થોડા દિવસો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લતા મંગેશકરનું એક ભજન શેર કર્યું હતું. તેમણે કેપ્શનમાં લખ્યું હતું કે, “રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તેમને ખૂબ જ મિસ કરી રહ્યો છે.”
આ હસ્તીઓ થશે સામેલ
આવતીકાલે અયોધ્યામાં યોજાનાર કાર્યક્રમમાં વિરાટ કોહલી, અનુષ્કા શર્માથી લઈને રજનીકાંત, ધનુષ, અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, રણદીપ હુડ્ડા, વિન્દૂ દારા સિંહ, ટાઈગર શ્રોફ, જૈકી શ્રોફ, આયુષ્માન ખુરાના, યશ, મધુર ભંડારકર, ચિરંજીવી, માધુરી દીક્ષિત, શ્રીરામ નેને, માલિની અવસ્થી, પ્રભાસ, અજય દેવગણ, અક્ષય કુમાર, અલ્લુ અર્જુન, અનુપ જલોટા, અનુરાધા પૌડવાલ, અરુણ ગોવિલ, દીપિકા ચિખલિયા, હેમા માલિની, જુનિયર એનટીઆર, કંગના રનૌત, કૈલાશ ખેર, એસએસ રાજામૌલી, સની દેઓલ, શ્રેયા ઘોષાલ, મનોજ મુન્તસીર અને સંજય લીલા ભણસાલી સહિત ઘણી મોટી હસ્તીઓ સામેલ થવાની છે.