Get The App

રકુલ પ્રીત સિંહ જેકી ભગનાની સાથેના ત્રણ વરસના ડેટિંગ પછી પ્રભુતામાં પગલા પાડશે

Updated: Jan 2nd, 2024


Google NewsGoogle News
રકુલ પ્રીત સિંહ જેકી ભગનાની સાથેના ત્રણ વરસના ડેટિંગ પછી પ્રભુતામાં પગલા પાડશે 1 - image


- જોકે બન્ને તરફથી સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી

મુંબઇ : નવા વરસની શરૂતમાં બોલવૂડની અભિનેત્રી રકુલ પ્રીત સિંહ લગ્ન કરી રહી હોવાના સમાચાર છે. તે જેકી ભગનાની સાથે ત્રણ વરસથી ડેટિંગ કરી રહી હતી અને હવે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. જોકે યુગલે કે તેમના પરિવારે તેમના લગ્ન સંબંધી સત્તાવાર જાણ કરી નથી. જોક ગયા વરસે પણ તેમના લગ્નની અફવા ચગી હતી, અને રકુલે લગ્ન કરવાની વાતને રદિયો આપ્યો હતો. 

એક રિપોર્ટના અનુસાર, રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની આવતા મહિને એટલે કે ફેબુ્રઆરીની ૨૨ના લગ્ન કરવાના છે. રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, બન્નેએ ડેસ્ટિનેશન લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. તેમણે પોતાના લગ્ન માટે ગોવાને પસંદ કર્યું છે. રકુલ અને જેકી લગ્નને પોતાના સુધી જ રાખવા માંગેતા હોવાથી તેઓ પરિવારજનો અને અંગત મિત્રોને જ લગ્નમાં સામેલ કરવાના હોવાનું કહેવાય છે. હાલ કપલ નવા વરસની ઊજવણી થાઇલેન્ડમાં કરી હતી. અભિનેત્રીએ પોતાની તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર પણ કરી હતી જેમાં તે મોનોબિકિનીમાં પોઝ આપતી જોવા મળી હતી. 

આ યુગલની લવસ્ટોરીની શરૂઆત લોકડાઉનમાં થઇ હતી.તેમની ઓળખાણ એક કોમન મિત્ર દ્વારા થઇ હતી. આપછી તેમની મુલાકાતો વધતી ગઇ હતી. ૨૦૨૧માં જેકીએ સોશયલ મીડિયા પર પોતાના પ્રેમનો એકરાર પણ કરી લીધો હતો. રકુલ પ્રીતે પોતાના જન્મદિવસે જૈકી સાથેની એક તસવીર  શેર કરીને પોતાના દિલની વાત કરી હતી. 


Google NewsGoogle News