રકુલ પ્રીત સિંહ લગ્ન પછી લાંબી રજા વિના કામે લાગી
જેકી પણ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત
'દે દે પ્યાર દે'નું શૂટિંગ બે માસમાં શરુ થવાનું હોવાથી રકૂલે તૈયારીઓ શરુ કરી
મુંબઇ: રકૂલ પ્રીત સિંઘ અને જેકી ભગનાનીનાં લગ્ન ગયા મહિને થયાં હતાં. તે પછી બંનેએ હનિમૂન માટે લાંબી રજા લેવાને બદલે પોતપોતાનું કામ ચાલુ કરી દીધું છે.
રકુલે પોતાની આગામી ફિલ્મ 'દે દે પ્યાર દે ટૂ'ની તૈયારી પણ શરૂ કરી દીધી છે. આ ફિલ્મનું શૂટિંગ મે મહિનાના મધ્યમાં શરુ કરવામાં આવશે. મૂળ ફિલ્મના કલાકારો રકુલ, અજય દેવગણ અને તબુ ફરી આ ફિલ્મમાં જોવા મળશે.
'દે દે પ્યાર દે 'ફિલ્મ ૨૦૧૯ના મે મહિનામાં રૂપેરી પડદે રિલીઝ થઇ હતી.
બીજી તરફ જેકી ભગનાની પણ તેના પરિવારની કંપની દ્વારા પ્રોડયૂસ થઈ રહેલીડબડે મિયાં છોટે મિયાં'નાં પ્રમોશનમાં વ્યસ્ત થઈ ગયો છે.