Get The App

રકૂલ પ્રિતે સાસરિયાંમાં પહેલા દિવસે સૌને હલવો બનાવીને ખવડાવ્યો

Updated: Feb 26th, 2024


Google NewsGoogle News
રકૂલ પ્રિતે સાસરિયાંમાં પહેલા દિવસે સૌને હલવો બનાવીને ખવડાવ્યો 1 - image


- ચૌકા ચારધાનાની પંજાબી રસમ નિભાવી

- જેકી નિર્મિત 'બડે મિયાં છોટે મિયાં' રીલીઝ  જાય પછી હનીમૂન પર જશે તેવી અટકળો

મુંબઈ : રકૂલ પ્રિત સિંઘે લગ્ન બાદ સાસરિયાંમાં પહેલી રસોઈની 'ચાકા ચારધાના' રસમ નિભાવી હતી અને તે નિમિત્તે જાતે હલવો બનાવીને સાસરિયાંને ખવડાવ્યો હતો.  

રકૂલે પોતે હોંશભેર બનાવેલા હલવાની ડિશનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો અને આ રસમ નિભાવી હોવાની જાણ ચાહકોને કરી હતી. ચાહકોએ તેને આ માટે અભિનંદન પણ પાઠવ્યાં હતાં. 

લગભગ દરેક સમુદાયમાં લગ્ન પછી વહુ પહેલીવાર કોઈ મિઠાઈ બનાવે તેવો રિવાજ છે.  રકુલ પોતે પંજાબી હોવાથી તેણે આ રસમ નિભાવી હતી. 

રકુલ અને જેકી ભગનાનીનાં લગ્ન પણ પંજાબ ી અન ેસિંધી એમ બંને રસમ પ્રમાણે થયાં હતાં. 

એક ચર્ચા અનુસાર રકુલ અને જેકી હાલ તત્કાળ હનીમૂન પર જવાનાં નથી. જેકીનાં પ્રોડક્શન હેઠળની ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં' આગામી દિવસોમાં રીલીઝ થવાની છે. આથી જેકી તેનાં  પ્રમોશન અને અન્ય બાબતોમાં વ્યસ્ત છે. બંને કદાચ આ ફિલ્મ રીલીઝ થયા પછી હનીમૂન પર જઈ શકે છે. 


Google NewsGoogle News