રકૂલ પ્રીતને નવી કોમેડી ફિલ્મ મળી, આ સપ્તાહમાં શૂટિંગ શરુ'

Updated: Nov 4th, 2023


Google NewsGoogle News
રકૂલ પ્રીતને નવી કોમેડી ફિલ્મ મળી, આ સપ્તાહમાં શૂટિંગ શરુ' 1 - image


- ફિલ્મનું ટાઈટલ હજુ નક્કી નહીં

- રકૂલ પ્રીત સાથે નીના ગુપ્તા સહ કલાકારઃ મુંબઈ નજીક અલીબાગમાં શૂટિંગ થશે

મુંબઇ : પોતાની કેરિયર સેટ કરવા સંઘર્ષ કરી રહેલી રકૂલ  પ્રિત સિંહને નવી કોમેડી ફિલ્મ મળી છે. આ ફિલ્મનું શૂટિંગ આ સપ્તાહમાં શરુ થઈ રહ્યું છે. 

તાજેતરમાં 'છત્રીવાલી' તથા 'ડોક્ટર જી' સહિતની ફિલ્મોમાં કામ કરી ચૂકેલી રકૂલ પ્રીતની કેરિયર ડગુમગુ ચાલે છે. જોકે, તેને કમલ હસનની 'ઈન્ડિયન ટૂ'માં પણ ભૂમિકા મળી છે. જોકે, તેની ભૂમિકા કેટલી મહત્વપૂર્ણ હશે તે વિશે અટકળો સેવાય છે. 

હવે રકૂલ પ્રીત ફરી એક લાઈટ કોમેડી ફિલ્મ કરી રહી છે. ફિલ્મમાં નીના ગુપ્તા તેની સહકલાકાર છે. બાકીના કલાકારો વિશે હજુ વિગતો બહાર આવી નથી. 

સંખ્યાબંધ ઓટીટી સીરીઝના ડાયરેક્ટર આશિષ શુક્લા આ ફિલ્મનું દિગ્દર્શન કરવાના છે. ફિલ્મનું પ્રારંભિક શિડયૂલ આ સપ્તાહમાં અલી બાગ ખાતે ગોઠવાયું છે. 

ફિલ્મની સ્ટોરી લાઈન વિશે કોઈ જાણકારી અપાઈ નથી. જોકે, નીના ગુપ્તા તથા રકૂલ પ્રીતની હાજરીના કારણે તે મહિલા કેન્દ્રિત વાર્તા ધરાવતી લાઈટ કોમેડી હશે તેમ માનવામાં આવી રહ્યું છે. 


Google NewsGoogle News