Get The App

રકૂલ પ્રીત અને જેકી હવે વિદેશને બદલે ગોવામાં લગ્ન કરશે

Updated: Feb 1st, 2024


Google NewsGoogle News
રકૂલ પ્રીત અને જેકી હવે વિદેશને બદલે ગોવામાં લગ્ન કરશે 1 - image


- છેલ્લી ઘડીએ વેડિંગ ડેસ્ટિનેશન બદલ્યું

- સ્વદેશનાં લોકેશન્સ પર જ ડેસ્ટિનેશન વેડિંગની પીએમ મોદીની અપીલનો અમલ કર્યાનો દાવો

મુંબઈ : રકૂલ પ્રિત સિંહ અને જેકી ભગનાનીએ હવે  મધ્યપૂર્વ એશિયાનાં લોકેશનને બદલે ગોવામાં જ લગ્ન કરવાનું નક્કી કર્યું છે. તેઓ ડેસ્ટિનેશન વેડિંગ કરવાનાં હતાં એ નક્કી હતું પરંતુ તેમણે વિરાટ અનુષ્કા તથા રાણી મુખરજી અને આદિત્ય ચોપરાની જેમ ફોરેનમાં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ, હવે છેલ્લી ઘડીએ તેમણે પ્લાન બદલ્યો છે. 

એક દાવા અનુસાર ભારતનાં જ મનોહર સ્થળોએ  ડેસ્ટિનેશન વેડિંગ કરવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને પગલે જેકી અને રકૂલે પોતાનો પ્લાન બદલ્યો છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર જેકી અને રકૂલ તા. ૨૧મી ફેબુ્રઆરીએ લગ્ન કરવાનાં છે. આ માટે તેમણે મધ્ય પૂર્વ એશિયાનું એક લોકેશન નક્કી કરી દીધું હતું. છેલ્લા છ મહિનાથી આ લગ્નની તૈયારીઓ ચાલતી હતી. હવે છેલ્લી ઘડીએ લોકેશન બદલાઈ ગયું છે. 

હવે વિદેશને બદલે સ્વદેશમાં જ લગ્ન પ્રસંગના કારણે તેમનાં મહેમાનોનું લિસ્ટ પણ કદાચ લાંબુ થઈ શકે છે. રકૂલ પ્રિતે કેટલીક સાઉથની  ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આથી, બોલીવૂડ ઉપરાંત સાઉથ ઈન્ડસ્ટ્રીમાંથી પણ કેટલાક કલાકારો લગ્નમાં હાજર રહે તેવી અટકળો વ્યક્ત કરવામાં આવી રહી છે. 

જોકે, રકૂલ અને જેકી બંને આ લગ્નની વિગતો બંને તેટલી ખાનગી રાખવા ઈચ્છે છે. અગાઉ તેમણે મહેમાનો માટે નો ફોન પોલિસીનો આગ્રહ રાખ્યો હોવાના પણ અહેવાલો હતા. 

રકૂલ અને જેકી બહુ વર્ષોથી રિલેશનશિપમાં છે. બે વર્ષ પહેલાં જ તેમણે પોતાની રિલેશનશિપની સત્તાવાર ઘોષણા કરી હતી.


Google NewsGoogle News