રમેશ તોરાનીની ફિલ્મમાં રકુલ અને સૈફની જોડી જોવા મળશે
- આ પરથી તેણે ફિલ્મ રેસ ૪માં એન્ટ્રી લીધી હોવાની અટકળ થઇ રહી છે
મુંબઇ : એક રિપોર્ટના અનુસાર, રકુલ પ્રીત સિંહ રમશે તોરાનીની ફિલ્મમાં સૈફ અલી ખાન સાથે જોડી જમાવવાની છે. જોકે આ ફિલ્મના નામ તેમજ અન્ય બાબતો પર કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પરંતુ ચર્ચા પરથી લોકો લોકો અટકળ કરી રહ્યા છે કે, રકુલ પ્રીત સિંહે સૈફઅલી ખાનની રેસ ૪માં મુખ્ય અભિનેત્રી તરીકે એન્ટ્રી લીધી છે.રકુલની આ ફિલ્મમાં એક અલગ અને પડકારજનક રોલ હશે. જોકે તેના રોલ વિશે ઝાઝી સ્પષ્ટતા કરવામાં આવી નથી.
એક રિપોર્ટના અનુસાર, રમેશ તોરાની પોતાના બેનર તળેના એક રોમાંચક પ્રોજેક્ટ માટે સૈફ અલી ખાન સાથ ેકામ કરવા તૈયાર છે. ફિલ્મ મેરે હસબન્ડ કી બીબી ની સફળતા પછી રકુલ નિર્માતાઓની પસંદ બની રહી છે. અને આ ફિલ્મ તેની કારકિર્દીને વધુ વેગ આપશે. રકુલે ભૂતકાળમાં પણ એકશન ફિલ્મોમાં કામ કર્યું છે.
રમેશ તોરાનીએ એક વાતચીત દરમિયાન રેસ ૪ માટે જણાવ્યું હતુ ંકે, અમે સ્ક્પ્ટિ અને કલાકારોની પસંદગી વિશે અંતિમ નિર્ણય લઇ રહ્યા છીએ. અમે દિગ્દર્શકને હજી સુધી આ ફિલ્મના ફાઇનલ નિર્ણય વિશે કાંઇ જણાવ્યું નથી. અમે ફિલ્મની સત્તાવાર ઘોષણા આવતા વરસે ફિલ્મના શૂટિંગ શરૂ કરતા પહેલા કરીશું. અત્યારે આ ફિલ્મ વિશે વાત કરવાનો યોગ્ય સમય નથી.
ઉલ્લેખનીય છે કે, સૈફ અલી ખાન રેસ ૩માંથી બે ફ્રેન્ચાઇઝીમાં મુખ્ય રોલમાં જોવા મળ્યો છે. તેમજ રેસ ૪માં પણ તે ફરી અભિનય કરતો જોવા મળશે.