Get The App

રક્ત બ્રહ્માંડ સીરિઝમાં આદિત્ય અને અલી ફઝલનો સત્તા સંઘર્ષ હશે

Updated: Oct 27th, 2024

GS TEAM


Google News
Google News
રક્ત બ્રહ્માંડ સીરિઝમાં આદિત્ય અને અલી ફઝલનો સત્તા સંઘર્ષ હશે 1 - image


- સામંથા અને વામિકા  પણ લીડ રોલમાં   

- તુમ્બાડના દિગ્દર્શક રાહી અનિલ બર્વેની સીરિઝ એક મરાઠી સ્ટોરી પર આધારિત છે

મુંબઈ: 'તુમ્બાડ'ના દિગ્દર્શક રાહી અનિલ બર્વે 'રક્તબ્રહ્માંડ' વેબ સીરિઝ બનાવી રહ્યા છે. આ સીરિઝ એક મરાઠી પુસ્તક 'વિધૂષક' પર આધારિત હોવાનું જાણવા મળ્યું છે. સીરિઝના મુખ્ય બે હિરો આદિત્ય રોય કપૂર અને અલી ફઝલને સત્તા માટે સંઘર્ષ કરતા દેખાડાશે. 

ફિલ્મના અન્ય લીડ કલાકારોમાં વામિકા ગબ્બી અને સામંથા રુથ પ્રભુનો સમાવેશ થાય છે.  આ સીરિઝ મરાઠી લેખક જી. એ. કુલકર્ણીની મરાઠી શોર્ટ સ્ટોરી 'વિધુષક' પર આધારિત છે. મૂળ સ્ટોરીમાં  સમ્રાટના અવસાન બાદ બે રાજકુમારો વચ્ચે સત્તા માટે સંઘર્ષ થાય છે અને તેમાંથી એક રાજકુમાર એક વિદૂષકને પોતાના સલાહકાર તરીકે પસંદ કરે છે તેવી સ્ટોરી છે. 

આ વાર્તા પરથી મૂળ તો એક ફીચર ફિલ્મ બનાવવાનું નક્કી થયું હતું. પરંતુ, બાદમાં  સર્જકોને લાગ્યું હતું કે આ સમગ્ર કથા બહુ અટપટી છે અને તેનો વિશાળ કેનવાસ જોતાં અઢીથી ત્રણ કલાકની ફિલ્મમાં કથાને ન્યાય નહીં આપી શકાય.

 આથી છ એપિસોડની વેબ  સીરિઝ બનાવવાનું નક્કી થયું હતું. 

આ સીરિઝનું શૂટિંગ શરુ થઈ ગયું છે અને તે મોટાભાગે ૨૦૨૫માં રીલિઝ થાય તેવી  સંભાવના છે. 


Tags :