બોલીવૂડની ડ્રામા ક્વીન રાખી સાવંતને ધરપકડમાંથી રાહત, કોર્ટે 7 ડિસેમ્બર સુધી સ્ટે આપ્યો

Updated: Nov 30th, 2023


Google NewsGoogle News
બોલીવૂડની ડ્રામા ક્વીન રાખી સાવંતને ધરપકડમાંથી રાહત, કોર્ટે 7 ડિસેમ્બર સુધી સ્ટે આપ્યો 1 - image


નવી મુંબઇ,તા. 30 નવેમ્બર 2023,ગુરુવાર 

બોલિવૂડની ડ્રામા ક્વીન રાખી સાવંત માટે એક રાહતના સમાચાર છે. રાખી સાવંતને તેના પતિ આદિલ દુર્રાની દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં 7 ડિસેમ્બર સુધી ધરપકડમાંથી વચગાળાની રાહત આપવામાં આવી છે.

આદિલે આરોપ લગાવ્યો હતો કે રાખી સાવંતે કથિત રીતે તેનો અંગત વીડિયો મીડિયાને બતાવ્યો હતો. રાખીના વકીલ એડવોકેટ અલી કાશિફ ખાન દેશમુખે આ માહિતી આપી છે.


Google NewsGoogle News