રાજુ શ્રીવાસ્તવની હાલત ક્રિટિકલ છે, એમ્સના ડાયરેટરના નિવેદન બાદ ચાહકો ફરી ચિંતામાં
નવી દિલ્હી,તા.21.ઓગસ્ટ,2022 રવિવાર
દેશના જાણીતા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમી રહ્યા છે.
હાલમાં એમ્સમાં તેમની સારવાર ચાલી રહી છે અને લેટેસ્ટ મેડિકલ બુલેટીનમાં જણાવવામાં આવ્યુ છે કે, રાજુ શ્રીવાસ્તવની હાલત નાજુક છે.પરિવારજનો તેમજ ફેન્સ રાજુ સાજો થઈ જાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે.
એમ્સના ડાયરેકટર રણદીપ ગુલેરિયાએ રાજુ શ્રીવાસ્તવની સ્થિતિ અંગે જાણકારી આપતા કહ્યુ છે કે, રાજુની હાલત ક્રિટિકલ છે અને તે આઈસીયુમાં છે.તેમણે વધારે કશું કહેવાનો ઈનકાર કરીને ઉમેર્યુ હતુ કે, અત્યારે જે સ્થિતિ છે તે એક દર્દી અને તેના પરિવાર વચ્ચેનો અંગત મામલો છે અને તેના પર હું કોમેન્ટ કરવા નથી માંગતો.
ઉલ્લેખનીય છે કે, રાજુના ભાઈ દીપુએ ગઈકાલે કહ્યુ હતુ કે, એક સિનિયર ડોકટરે રાજુની સ્થિતિ જોઈ છે અને તેમનુ કહેવુ છે કે, રાજુના શરીરમાંથી ઈન્ફેક્શન ઓછુ થઈ રહ્યુ છે.
જોકે હવે એમ્સના ડાયરેકટરના નિવેદનથી રાજુના ચાહકો પાછા ચિંતામાં ગરકાવ થઈ ગયા છે.ઉલ્લેખનીય છે કે, હોટલના જીમમાં ટ્રેડ મિલ પર રાજુ શ્રીવાસ્તવને એટેક આવ્યો હતો અને એ પછી તે કોમામાં જતા રહ્યા હતા.