'હું મૂર્ખ નથી...', સ્ત્રી 2 ફિલ્મ મેગા બ્લૉકબસ્ટર સાબિત થતાં રાજકુમાર રાવે લીધો મોટો નિર્ણય
Rajkummar Rao: થોડા દિવસો પહેલા જ શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ 'સ્ત્રી 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. આ ફિલ્મ રિલીઝ થતાં જ ફિલ્મે બમ્પર કમાણી કરી અને સુપરહિટ સાબિત થઈ. એવામાં હવે એવા સમાચાર આવી રહ્યા છે કે આ ફિલ્મની સફળતા બાદ રાજકુમાર રાવે પોતાની ફી વધારીને રૂ. 5 કરોડ કરી દીધી છે. જેને લઈને અભિનેતા મૌન તોડ્યું છે અને સત્ય કહ્યું છે. ચાલો જાણીએ કે તેમણે શું કહ્યું...
રાજકુમારે ફી વધારા અંગે કરી સ્પષ્ટતા
તાજેતરમાં એક ઈન્ટરવ્યૂ દરમિયાન, રાજકુમાર રાવે ફી વધારવા અંગે સ્પષ્ટતા કરી કે, 'હું દરરોજ મારી ફી અંગે અલગ-અલગ આંકડાઓનો જોઉં છું. હું એટલો મૂર્ખ નથી કે મારા નિર્માતાઓ પર બોજ વધારું. સૌથી મોટી બ્લોકબસ્ટરનો હિસ્સો બન્યા પછી એક અભિનેતા તરીકે મારામાં બહુ બદલાવ નથી આવ્યો. પૈસા માત્ર બાયપ્રોડક્ટ છે. હું આખી જિંદગી કામ કરવા માંગુ છું. તેથી જ હું એવી ભૂમિકાઓ શોધું છું જે મને સરપ્રાઈઝ અને એક્સાઈટ કરે, મને ચેલેન્જ કરે અને મને ગ્રો કરવામાં મદદ કરે.'
આ પણ વાંચો: 2024માં 535 કરોડમાં બનેલી અક્ષયની ફિલ્મોમાં 75 ટકા ખોટ
આ વર્ષ રાજકુમાર માટે લકી સાબિત થયું
વર્ષ 2024માં રાજકુમારે ઘણી હિટ ફિલ્મો આપી છે, જેમાં શ્રીકાંત, મિસ્ટર એન્ડ મિસિસ માહી, સ્ત્રી 2 અને વિકી વિદ્યા કા વો વીડિયોનો સમાવેશ થાય છે. આ આધારે, આ વર્ષ રાજકુમાર માટે ખૂબ જ લકી સાબિત થયું છે અને થિયેટરોમાં દર્શકોએ તેની ફિલ્મોની ખૂબ પ્રશંસા કરી છે.