બોક્સ ઓફિસ પર રાજકુમાર રાવ અને સની દેઓલ ટકરાશે
- 10મી એપ્રિલે બંનેની ફિલ્મો સામસામે
મુંબઇ : આગામી તા. ૧૦મી એપ્રિલે રાજકુમાર રાવ અને વામિકા ગબ્બીની ફિલ્મ 'ભૂલચૂક માફ' રીલિઝ થશે. આ જ દિવસે સની દેઓલની 'જાટ' પણ રીલિઝ થવાની છે. માર્ચ અને એપ્રિલમાં બીજી પણ કેટલીક ફિલ્મો ટકરાય અથવા તો આગળપાછળ રીલિઝ થાય તેવા સંજોગો છે. નિર્માતાઓ એપ્રિલ માસની રજાઓ ઉપરાંત વેકેશનનો લાભ લેવા માટે રીલિઝ ડેટ્સ ગોઠવી રહ્યા છે.
રિપોર્ટસના અનુસાર, અક્ષય કુમારની કેસરી ચેપ્ટક ટુ ૧૮ એપ્રિલના રોજ રિલીઝ કરવામાં આવશે. જ્યારે સલમાન ખાનની ફિલ્મ સિકંદરને માર્ચ મહિનાના અંતિમ અઠવાડિયામાં રિલીઝ કરવાની યોજના છે.