રાજકુમાર રાવ ઉદ્યોગપતિ શ્રીકાંત બોલાની બાયોપિકમાં જોવા મળશે
- ચક્ષુહીન હોવા છતાં શ્રીકાંત એક સફળ બિઝનેમેનની યાદીમાં સામેલ થયો
મુંબઇ: ફિલ્મ મોનિકા ઓ માય ડાર્લિંગની સફળતા પછી રાજકુમાર રાવ એક બાયોપિકમાં કામ કરવાનો છે. તે જલદી જ ઉદ્યોગપતિ શ્રીકાંત બોલાની બાયોપિકમાં મુખ્ય રોલમાં જોવા મળશે.
શ્રીકાંત બોલા દ્રષ્ટિહિન હોવા છતાં હિંત હાર્યા નહોતા અને પડકારઝીલને સફળ બિઝનેસમેન બન્યો. આ બાયોપિકમાં રાજકુમાર રાવ મુખ્ય રોલમાં જોવા મળવાનો છે. જ્યારે તેની સાથે અભિનેત્રી જ્યોતિકા જોવા મળવાની છે. આ ફિલ્મને તુષાર હીરાનંદાની ડાયરેકટ કરશે અને ભૂષણ કુમારના પ્રોડકશન હાઉસ ટી-સીરીઝ ના બેનર હેઠળ બનાવામાં આવશે.
શ્રીકાંત બોલા આંધ્ર પર્દેશના નાનકડા ગામનો રહેવાસી છે. તેણે દ્રષ્ટિહીનતાને પોતાના શમણાં પર હાવી થવા દીધી હનીં. તેણે બોલેન્ડ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કરી, જેનું નેતૃત્વ હાલ રવિ કાંથ મંથા કરી રહ્યો છે.
શ્રીકાંત જન્મથી જ અંધ હતો. તેણે નાનપણથી ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. શ્રીકાંતે અમેરિકાની મેસાચુસેટ્સ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીથી અભ્યાસ કરનાર પ્રથમ આંતરાષ્ટ્રીય દ્રષ્ટિહીન વિદ્યાર્થી તરીકે જાણીતો છે.