રાજકુમાર રાવે ચહેરાની પ્લાસ્ટિક સર્જરીની વાત નકારી
- સોશયલ મીડિયા પર તેના પ્લાસ્ટિક સર્જરી કરેલા મીમ્સ યુઝર્સે મુક્યાનો ખુલાસો કર્યો
મુંબઇ : થોડા દિવસો પહેલા સોશયલ મીડિયા પર રાજકુમાર રાવની એકતસવીર વાયરલ થઇ હતી. જેમાં તેના ચહેરાનો લુક અલગ જ દેખાતો હતો. તેથી સોસયલમ ીડિયાના યુઝર્સોએ એમ માની લીધુ ંહતું કે, અભિનેતાએ પ્લાસ્ટિક સર્જરી કરાવીને ચહેરાનું લુક ખરાબ કરી નાખ્યું છે. પરંતુ હવે રાજકુમાર રાવે આ બાબતે ચુપકીદી તોડીને ખુલાસો કર્યો છે.
અભિનેતાએ જણાવ્યું છે કે, જે તસવીર વાયરલ થઇ છે એ હું નથી. તેણે સ્પષ્ટતા કરતાં કહ્યુ ંહતુ ંકે, મને એમ જણાય છે કે, કોઇએ મજાક કરી છે, મારી તસવીરને એડિટ કરી છે. અભિનેતાની આ સ્પષ્ટતાથી તેણે પ્લાસ્ટિક સર્જરી કરાવી નથી એ સ્પષ્ટ થઇ ગયું છે. પરંતુ સાથેસાથે તેણે એક ખુલાસો કર્યો હતો કે, ૮-૧૦ વરસ પહેલા તેણે ફિલર્સનો ઉપયોગ કર્યો હતો. તેણે કહ્યું હતું કે, મેં બહુ જ સમજી વીરાચીને મારો આત્મવિશ્વાસ વધારવા માટે મેં ચહેરાના હડપચીના ભાગના હિસ્સાનું ફિલર્સ કરાવ્યું હતું. જોકે શરૂઆતમાં લોકોએ મારા પર ટીપ્પણી અને મજાક પણ કરી હતી.