રાજકુમાર હિરાણીની નવી ફિલ્મ રણબીર સાથે હોઈ શકે

Updated: Dec 31st, 2023


Google NewsGoogle News
રાજકુમાર હિરાણીની નવી ફિલ્મ રણબીર સાથે હોઈ શકે 1 - image


સંજુ પછી બંને ફરી સાથે કામ કરશે

ફિલ્મની સ્ક્રિપ્ટનો ડ્રાફ્ટ લખાઈ ગયો છે, રણબીર સાથે વાત પણ થઈ ચૂકી છે  

મુંબઈ: રાજ કુમાર હિરાણીએ સંજય દત્તની બાયોપિક 'સંજુ' બનાવી હતી  તેમાં રણબીર કપૂરે મુખ્ય ભૂમિકા ભજવી હતી. હવે હિરાણી રણબીરને લઈને વધુ એક ફિલ્મ બનાવી  રહ્યા છે. 

હિરાણીએ એક સંવાદમાં જણાવ્યું હતું કે 'સંજુ' વખતે તેમને રણબીર સાથે સારી રીતે ગોઠી ગયું હતું. તે બહુ ઉમદા કલાકાર છે અને પોતે ફરી તેમની સાથે કોલબરેટ કરવા માગે છે. 

તેમના જણાવ્યા અનુસાર તેમણે રણબીર માટે એક સ્ક્રિપ્ટ પણ નક્કી કરી રાખી છે. આ સ્ક્રિપ્ટ રણબીરને પણ પસંદ પડી છે. જોકે, હજુ આ  સ્ક્રિપ્ટનો કાચો ડ્રાફ્ટ જ બન્યો છે. બીજી બાબતો હવે ફાઈનલ કરવામાં આવશે. 

રાજકુમાર હિરાણીની 'ડંકી' ફિલ્મ તાજેતરમાં રીલીઝ  થઈ છે. આ ફિલ્મ હિરાણીની સૌથી નબળી ફિલ્મ હોવાનું સમીક્ષકો કહી રહ્યા છે. બીજી તરફ રણબીર કપૂરની 'એનિમલ' તાજેતરમાં સુપરડુપર હિટ સાબિત થઈ છે. તે પછી રણબીરની સ્ટારવેલ્યૂમાં અનેકગણો વધારો થયો છે. 


Google NewsGoogle News