'સેલિબ્રિટી હોવાની કિંમત ચૂકવવી પડે છે': છેતરપિંડી મામલે રજનીકાંતની પત્નીએ મૌન તોડ્યું
- મારા માટે આ ખૂબ જ અપમાનની વાત છે: લતા રજનીકાંત
નવી દિલ્હી, તા. 27 ડિસેમ્બર 2023, બુધવાર
સુપરસ્ટાર રજનીકાંતની પત્ની લતા પર થોડા સમય પહેલા છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ મામલે તેના વિરુદ્ધ કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલો રજનીકાંતની ફિલ્મ કોચાદિયાન સાથે સબંધિત છે. થોડા સમય પહેલા તેને કર્ણાટક હાઈકોર્ટે રદ કરી દીધો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટ દ્વારા તેને ફરીથી પુન:સ્થાપિત કરી દેવામાં આવ્યો છે. હવે લતા રજનીકાંતે બેંગલુરુની કોર્ટે દ્વારા જામીન મળ્યા બાદ આ સમગ્ર મામલે મૌન તોડ્યુ છે.
#WATCH | On a cheating case filed against her, wife of Superstar Rajinikanth, Latha Rajinikanth says, "For me, it's a case of humiliation and harassment and exploitation of a popular person. This is the price we pay for being celebrities. So there may not be a big case, but the… pic.twitter.com/oIzOQUZDYK
— ANI (@ANI) December 27, 2023
લતા રજનીકાંતે પોતાના પર લાગેલા તમામ આરોપોને નકારી કાઢતા કહ્યું કે, મારા માટે આ ખૂબ જ અપમાનની વાત છે. સેલિબ્રિટી હોવાના કારણે અમારે આ કિંમત ચૂકવવી પડે છે. કેસ ભલે ગમે એટલો નાનો કેમ ન હોય પરંતુ તે મોટો બની જાય છે. કોઈ છેતરપિંડી નથી થઈ મારે પૈસા સાથે કોઈ લેવાદેવા નથી. આ માત્ર અમારી છબીને કલંકિત કરવાનું ષડયંત્ર હતું જેમાંથી મેં મુક્તિ મેળવી લીધી છે.
ફરિયાદ કરનાર વ્યક્તિએ આરોપ લગાવ્યો હતો કે, ફિલ્મના એક નિર્માતાએ ફિલ્મના પોસ્ટ પ્રોડક્શન માટે પ્રોજેક્ટમાં 10 કરોડ લગાવ્યા હતા. ફરિયાદીના જણાવ્યા પ્રમાણે તેના પર રજનીકાંતની પત્ની લતાની પણ સહી હતી. પરંતુ લતાએ તેના પૈસા પ્રોડક્શન કંપનીને આપ્યા ન હતા. આ મામલે લતાને કર્ણાટક હાઈકોર્ટે 2022માં રાહત આપી હતી. પરંતુ તેમની ઉપર લાગેલી 4 કલમોને પુનઃસ્થાપિત કરવામાં આવી છે.