Get The App

બચ્ચન પાસે ચોકીદારને આપવાના પૈસા નહોતા, આખું બોલિવૂડ હસી રહ્યું હતું: રજનીકાંતે જૂના દિવસો યાદ કરી જુઓ શું કહ્યું

Updated: Sep 22nd, 2024


Google NewsGoogle News
બચ્ચન પાસે ચોકીદારને આપવાના પૈસા નહોતા, આખું બોલિવૂડ હસી રહ્યું હતું: રજનીકાંતે જૂના દિવસો યાદ કરી જુઓ શું કહ્યું 1 - image


Rajinikanth Recalls Amitabh bachchan's financial crisis days : ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવા કેટલાક સ્ટાર્સ છે, જેમની મિત્રતા વિશે  ખૂબ ચર્ચાઓ થતી હોય છે. બોલિવૂડ અને સાઉથના કેટલાક સ્ટાર્સ વચ્ચે મિત્રતા પણ ઘણી સારી છે. તેઓ ઘણીવાર ઈવેન્ટ્સ અને પાર્ટીઓમાં સાથે જોવા મળતા રહે છે. આ લીસ્ટમાં અમિતાભ બચ્ચન અને રજનીકાંતની મિત્રતા પણ આ યાદીમાં છે. 90ના દાયકામાં અમિતાભ બચ્ચન અને રજનીકાંતની જોડી ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી. જેમકે 'હમ' અને 'અંધા કાનૂન' જેવી ફિલ્મો રહી છે. આવી સ્થિતિમાં હવે વર્ષો પછી તેમની જોડી ફરી એકવાર પડદા પર જોવા મળવાની છે. આ ફિલ્મનું ટાઈટલ છે 'વેટ્ટાઈયાં'. આ દરમિયાન દક્ષિણ અભિનેતાએ બિગ બીના આર્થિક કટોકટીના દિવસોને યાદ કર્યા છે. 

આ પણ વાંચો : તિરૂપતિ પ્રસાદ વિવાદ: પૂર્વ CM જગન રેડ્ડીએ PM મોદીને પત્ર લખી કરી આ માંગ

હકીકતમાં ફિલ્મ 'વેટ્ટાઈયાં'નો ઓડિયો હાલમાં જ લોન્ચ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા અમિતાભ બચ્ચન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેમાં જોડવામાં આવ્યાં હતા. આ દરમિયાન રજનીકાંત પણ હાજર હતા અને તેમણે બિગ બીના આર્થિક સંકટના દિવસોને યાદ કર્યા હતા. જ્યારે તેમને મોટુ નુકસાન સહન કરવું પડ્યું હતું. તેઓ એક ફિલ્મ પ્રોડ્યુસ કરી રહ્યા હતા. આ તેમના જીવનની મોટામાં મોટામાં મોટું નુકસાન હતું.

એક રિપોર્ટ પ્રમાણે રજનીકાંતે બિગ બીના ખરાબ દિવસોને યાદ કરતા કહ્યું કે," તે સમયે અભિનેતા પાસે પોતાના ચોકીદારને પગાર આપવા માટે પણ પૈસા નહોતા. અમિતાભના જુહુના ઘરની જાહેરમાં હરાજી થઈ રહી હતી. તેમના પર આખું બોલિવૂડ હસી રહ્યું હતું. લોકો તેમના પતનની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ, 3 વર્ષ તેમણે તમામ જાહેરાતો કરી. KBC જેવા શોમાં કામ કરીને પૈસા કમાયા. અને એ પછી બિગ બીએ જુહુના ઘરની સાથે ત્રણેય ઘર પણ ખરીદ્યા. આજે 82 વર્ષની ઉંમરે પણ તેઓ દિવસમાં 10 કલાક કામ કરે છે.

આ પણ વાંચો : 'દાદાનું બારમું પણ નહોતું થયું અને...', શંકરસિંહની આ વાત પર ભાવનગરના યુવરાજે ઠાલવ્યો રોષ

જ્યારે અમિતાભ માટે વિદેશથી પરત ફર્યા હતા ઈન્દિરા ગાંધી

રજનીકાંતે એમ પણ કહ્યું કે, "અમિતાભ બચ્ચન માટે ભલે તે ખૂબ જ ખરાબ સમય ચાલી રહ્યો હતો, તેમ છતાં તેમણે હિંમત હારી નથી. પરિસ્થિતિનો સામનો કર્યો અને સખત મહેનત કરીને તેઓ તેમાથી બહાર આવ્યા. થલાઈવાએ એ ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો, જ્યારે ઈન્દિરા ગાંધી વિદેશથી તેમના માટે પરત ફર્યા હતા. રજનીકાંત કહે છે, 'અમિતાભ બચ્ચનના પિતા હરિવંશરાય બચ્ચન એક ઉત્તમ લેખક હતા. તે પોતાના પ્રભાવથી કંઈ પણ કરી શકતા હતા. પરંતુ, તેમના પરિવારના સહકાર વીના તેમણે પોતાની કારકિર્દી એકલાએ જ બનાવી. એકવાર અમિતાભ બચ્ચનનો અકસ્માત થયો. ઈન્દિરા ગાંધી તે સમયે વિદેશમાં હતા. જ્યારે તેમને બિગ બી વિશે ખબર પડી ત્યારે તેઓ ભારત પરત ફર્યા હતા. એ સમયે ખબર હતી કે રાજીવ ગાંધી અને અમિતાભ સાથે ભણ્યા હતા.

આ દિવસે અમિતાભ અને રજનીકાંતની ફિલ્મ રિલીઝ થશે

તમને જણાવી દઈએ કે રજનીકાંત અને અમિતાભ બચ્ચનની જોડી ત્રણ દાયકા પછી સાથે જોવા મળશે. ચાહકો આ જોડીને ફરીથી સ્ક્રીન પર જોવા માટે ઉત્સુક છે અને 'વેટ્ટાઇયાં'ની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તે 10 ઓક્ટોબરે દશેરાના અવસર પર રિલીઝ થશે. આ ફિલ્મમાં બિગ બી સત્યદેવનું પાત્ર ભજવી રહ્યા છે. રજનીકાંતની આ 170મી ફિલ્મ છે.


Google NewsGoogle News