રાજેશ ખન્નાની દોહિત્રી અને અમિતાભના દોહિત્રની જોડી બનશે
- રિંકી ખન્નાની દીકરી નાઓમિકાનું ડેબ્યૂ
- સ્ત્રી ફ્રેન્ચાઈઝીના નિર્માતા દિનેશ વિજનની રોમાન્ટિક ફિલ્મ નું દિગ્દર્શન જગદીપ સિદ્ધુ કરશે
મુંબઇ : રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની દોહીત્રી નાઓમિકા સરનને બોલીવૂડમાં લોન્ચ કરવાની તૈયારી થઇ રહી છે. તેની સાથે જોડી જમાવવા માટે અમિતાભ બચ્ચનના દોહિત્ર અગસ્ત્ય નંદાને સાઇન કરવામાં આવ્યો છે.આ એક રોમેન્ટિક ફિલ્મ હોવાનું કહેવાઇ રહ્યું છે. 'સ્ત્રી' ફ્રેન્ચાઈઝી સહિતની ફિલ્મોના નિર્માતા દિનેશ વિજનની આ ફિલ્મનું દિગ્દર્શન જગદીપ સિદ્ધુ કરશે.
નાઓમિક સરન હાલમાં જ અક્ષય કુમારની 'સ્કાય ફોર્સ'ની સ્ક્રીનંગ દરમિયાન જોવા મળી હતી. તેની સરખામણી તેની નાની ડિમ્પલ કાપડિયા સાથે થઇ રહી છે. નાઓમિકા રાજેશ ખન્નાની નાની દીકરી રિંકી ખન્ના અને સમીર સરનની પુત્રી છે. અગસ્ત્ય નંદા અગાઉ ઓટીટી પર રીલિઝ થયેલી 'આર્ચીઝ'થી ડેબ્યૂ કરી ચૂક્યો છે હવે તે શ્રીરામ રાઘવનની ફિલ્મ 'ઇક્કિસ'માં કામ કરી રહ્યો છે.