Get The App

અસિમ રિયાઝ અને રજત દલાલનો ઝઘડો: શા માટે વિવાદાસ્પદ વ્યક્તિઓને શો માટે પસંદ કરવામાં આવે છે?

Updated: Mar 29th, 2025


Google News
Google News
અસિમ રિયાઝ અને રજત દલાલનો ઝઘડો: શા માટે વિવાદાસ્પદ વ્યક્તિઓને શો માટે પસંદ કરવામાં આવે છે? 1 - image


Controversial People For Entertainmet: એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી એક જ વસ્તુ પર કામ કરે છે અને એ છે ડ્રામા. કોઈ પણ રીતે ડ્રામાને ક્રિએટ કરવામાં આવે તો એની વ્યુઅરશીપ વધી જાય છે. એન્ટરટેઇનમેન્ટ બિઝનેસમાં રેટિંગ્સ અને વ્યુઅરશીપ ખૂબ જ મહત્ત્વની છે. આથી જ ચેનલ અને વિવિધ શોના મેકર્સ દ્વારા તેમના પ્રોજેક્ટમાં કન્ટ્રોવર્શિયલ વ્યક્તિઓને લેવામાં આવે છે. હાલમાં જ એક પ્રેસ કોન્ફરન્સમાં અસિમ રિઆઝ અને રજત દલાલ વચ્ચે ઝઘડો જોવા મળ્યો છે. જોકે આ પ્રકારના ઝઘડા થવાનું કારણ શું છે અને એને કેમ અટકાવવામાં નથી આવતું, તેમ જ તે સોસાયટી માટે કેટલા હાનિકારક છે એ બધું જોવા જેવું છે.

અસિમ અને રજતનો ઝઘડો લાઇમલાઇટમાં

દુનિયાભરમાં અને દેશમાં ઘણાં મહત્ત્વના મુદ્દાઓ છે, જેના પર હવે કોઈ ચર્ચા કરવામાં નહીં આવે, કારણ કે હવે અસિમ અને રજતને લાઇમલાઇટ આપવામાં આવશે. એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન થયેલાં ઝઘડાને કારણે આ બન્ને વ્યક્તિ હાલમાં લાઇમલાઇટમાં છે. અસિમ, રજત, રૂબિના દિલૈક અને ક્રિકેટર શિખર ધવન એક શોની કોન્ફરન્સમાં હાજર હતા. આ શોનું નામ ‘બેટલગ્રાઉન્ડ’ છે. આ એક ફિટનેસ રિયાલિટી શો છે જેમાં 16 સ્પર્ધકને ચાર ટીમમાં વેચવામાં આવ્યા છે. જોકે આ ઝઘડો કેમ થઈ એ વિશે કોઈ માહિતી નથી, પરંતુ ઘણાં લોકોનું કહેવું છે કે આ એક લાઇમલાઇટ લેવા માટે પહેલેથી નક્કી કરવામાં આવેલો ઝઘડો છે.અસિમ અને રજત બન્નેને એકમેકથી દૂર કરવા માટે શિખર ધવન જોવા મળ્યો હતો.

કેમ પસંદ કરવામાં આવે છે વિવાદાસ્પદ વ્યક્તિને?

વિવાદાસ્પદ વ્યક્તિ હંમેશાં પોતાની આસપાસ વિવાદ બનાવતું હોય છે. આથી તેઓ ઓફ-સ્ક્રીન હોય કે ઓન-સ્ક્રીન હોય, તેઓ કોઈને કોઈ વિવાદ સાથે હંમેશાં જોડાયેલા રહે છે. પ્રોડ્યુસર્સ, ચેનલ અને શોના મેકર્સનું માનવું છે કે આ વિવાદાસ્પદ વ્યક્તિ તેમના શો માટે રેટિંગ્સ લઈને આવી શકે છે. તેમને હવે સોસાયટીની વેલ્યુ અને કેવો મેસેજ થશે એ વિશે કોઈ લેવા દેવા નથી. બસ તેમને રેટિંગ્સ સાથે મતલબ છે. આ માટે કલર્સ પર આવતો ‘બિગ બોસ’ હોય કે એમેઝોન પ્રાઇમ વીડિયોનું ‘બેટલગ્રાઉન્ડ’. તેમને ફક્ત તેમના રેટિંગ્સ સાથે મતલબ હોય છે. રેટિંગ્સ લાવવામાં જે વ્યક્તિ મદદ કરે એને શોની ઓફર મળી જાય છે. આજે હવે કલા અથવા તો આવડતને પ્રાધાન્ય આપવામાં નથી આવતું, પરંતુ કોણ વ્યુઅરશીપ લાવે છે અને કોના કેટલા ફોલોઅર્સ છે એ વધુ મહત્ત્વનું છે. જોકે કેટલીક વાર આ સ્ટ્રેટેજી કામ નથી આવતી અને એ ઉલ્ટી પડે છે.

અસિમ અને રજતે જે પ્રકારનો ઝઘડો કર્યો હતો એ પ્રકારનો ઝઘડો ઇન્ટરનેશનલ બોક્સર ઘણી વાર પ્રેસ કોન્ફરન્સમાં કરતાં જોવા મળે છે.આથી આ ઝઘડો પહેલેથી નક્કી કર્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અસિમ અને રજત બન્ને તેમના વ્યક્તિત્વને લીધે જાણીતા છે. અસિમ તેના ગુસ્સાવાળા સ્વભાવને કારણે જાણીતો છે. રજત તેની ધમકીઓ અને લોકોની સાથે મારપીટ કરવા માટે જાણીતો છે. મેકર્સને ખબર હતી કે આ બન્નેને સાથે કરવાથી તેમની વચ્ચે ઝઘડો થશે અને વ્યુઅરશીપ આવશે. જોકે વિવાદાસ્પદ વ્યક્તિ અને તેમના વિવાદને પ્રમોટ કરીને ચેનલ અથવા તો પ્લેટફોર્મ શું સાબિત કરવા માગે છે એ એક સવાલ છે.

સમાજ પર પડી રહી છે ખરાબ અસર

સમાજ અને ખાસ કરીને યુવાનો હવે પહેલાં જેવા નથી રહ્યાં. તેઓ તેમના આઇડલની તરત જ કોપી કરે છે. એક જમાનો હતો, જ્યારે લોકો તેમના આઇડલની પૂજા કરતાં હતાં, જે રજનીકાન્તની હજી પણ કરવામાં આવે છે. જોકે આજે એક જમાનો એવો છે જ્યાં તેમના આઇડલને જોઈને લોકો મારામારી અને ગંદી ભાષાનો પણ ઉપયોગ કરે છે. તેઓ પોતે પણ ગુસ્સાવાળા સ્વભાવના બની રહ્યાં છે. રજત દલાલ જેવા ઘણાં વિવાદાસ્પદ વ્યક્તિઓના ઘણાં યુવાનો ફેન છે. તેમને સ્ક્રીન પર જે કરતાં જુએ છે, એને તેઓ પોતાની લાઇફમાં અનુસરે છે. આથી તેઓ પોતે પણ મારપીટ કરતાં જોવા મળે છે. તેમને એવું લાગે છે કે કોઈ પણ મતભેદનો અંત ઝઘડો છે. જોકે સમાજ માટે આ ખૂબ જ દુખની વાત છે કે યુવાનોને આવું કન્ટેન્ટ દેખાડવામાં આવી રહ્યું છે.

એલવિશ યાદવ પણ છે એક એવું જ નામ

એલવિશ યાદવ ખૂબ જ વિવાદાસ્પદ નામ છે. તેના પર લોકો સાથે મારપીટ કરવાના આરોપ છે.તેમ જ રેવ પાર્ટી માટે સાપનું ઝેર સપ્લાઇ કરવા માટે પણ તેનું નામ આવ્યું હતું. તે સોશિયલ મીડિયા પર એન્ટરટેઇનમેન્ટના નામે કોઈના માટે પણ ગંદી રીતે વાત કરે છે. તે એક પોડકાસ્ટમાં તે અંકિતા લોખંડેની એજ શેમિંગ કરતો જોવા મળ્યો હતો. તેના આટલો વિવાદમાં હોવાથી તેને ‘બિગ બોસ ઓટીટી 2’માં પસંદ કરવામાં આવ્યો હતો અને તે જીત્યો પણ હતો.

આ પણ વાંચો: વોટ્સએપના કારણે પણ તમારા ઘર પર બુલડોઝર ફરી શકે છે, નવા નિયમથી તમે પણ પરેશાન થઈ શકો છો

એન્ટરટેઇનમેન્ટ બિઝનેસ માટે શરમજનક ઘટના

કન્ટ્રોવર્સી ઘણી વાર થઈ છે અને થતી રહેશે, પરંતુ અસિમ અને રજત જેવી મારપીટ નહોતી થઈ. આ પ્રકારની ઘટનાને જો એન્ટરટેઇનમેન્ટ બિઝનેસ પ્રોત્સાહન આપી રહ્યું હોય તો આ ઇન્ડસ્ટ્રી કઈ દિશામાં જઈ રહી છે એ વિશે વિચાર કરવાનો સમય આવી ગયો છે.

Tags :