રાજામૌલીની નવી ફિલ્મ આજે લોન્ચ થશે, પ્રિયંકા અંગે અનિશ્ચિતતા
- પ્રિયંકા હિરોઈન તરીકે જાહેર થશે કે નહિ તે સવાલ
- મહેશબાબુ હિરો હશે એ નક્કી છે પરંતુ બાકીની કાસ્ટ હજુ ફાઈનલ નહિ હોવાનો દાવો
મુંબઈ : સાઉથના ટોચના ડાયરેક્ટર એસ.એસ રાજામૌલીની નવી ફિલ્મ આવીકાલે બીજી જાન્યુઆરીએ લોન્ચ થવાની છે આ ફિલ્મને એસએસએમબી૨૯ એવાં નામે ઓળખવામાં આવી રહી છે. આવતીકાલના લોન્ચિંગ પર ફિલ્મ ચાહકોની નજર છે. લોકો ફિલ્મનું ચોક્કસ ટાઈટલ જાહેર થાય છે કે નહિ તેની રાહ જોઈ રહ્યા છે. તેનાથી પણ વધારે ઈંતજારી તો એ વાતની છે કે પ્રિયંકા ચોપરા આ ફિલ્મની હિરોઈન તરીકે જાહેર થાય છે કે નહીં. પ્રિયંકા લાંબા અરસા બાદ ભારતીય સિને જગતમાં આ ફિલ્મથી પુનરાગમન કરી રહી હોવાની અટકળો છે. પરંતુ, રાજામૌલીના નિકટવર્તી વર્તુળો આ અંગે કશું કન્ફર્મ કરવા તૈયાર નથી. તેમના જણાવ્યા અનુસાર ફિલ્મનો હિરો મહેશબાબુ હશે એ નક્કી છે. પરંતુ હજુ બાકીના કલાકારોનું કાસ્ટિંગ થયું જ નથી. સમય આવ્યે તે અંગે સત્તાવાર જાહેરાત થશે.સાઉથના વર્તુળોમાં અનુમાન અનુસાર પૃથ્વીરાજ સુકુમારન પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં છે.
રાજામૌલીએ આવતીકાલે પ્રોજેક્ટ લોન્ચ માટે પૂજા રાખી છે. થોડા મહિનાઓ પછી વિધિવત્ત શૂટિંગ શરુ થશે.