Get The App

રાહુલ મોદી અને શ્રદ્ધા કપૂરે સાથે ઉનાળુ વેકેશન મનાવ્યું

Updated: May 18th, 2024


Google NewsGoogle News
રાહુલ મોદી અને શ્રદ્ધા કપૂરે સાથે ઉનાળુ વેકેશન મનાવ્યું 1 - image


- રાહુલની બહેને ફોટો શેર કરતાં ભાંડો ફૂટયો

- રાહુલના ફોટામાં જે બેકગ્રાઉન્ડ દેખાય છે તેના ફોટા અગાઉ શ્રદ્ધા શેર કરી ચૂકી છે

મુંબઈ : શ્રદ્ધા કપૂરે તેના બોયફ્રેન્ડ રાહુલ મોદી સાથે ગયા મહિને ઉનાળુ વેકેશન માણ્યું હોવાનું ચકોર નેટ યૂઝર્સે પકડી પાડયું છે. શ્રદ્ધા અને રાહુલ રિલેશનશિપમાં હોવાનું કહેવાય છે. શ્રદ્ધા આર અક્ષરનો નેકલેસ પણ પહેરે છે. પરંતુ, હજુ સુધી બંનેએ પોતાની રિલેશનશિપની સત્તાવાર ઘોષણા કરી નથી. 

હાલમાં રાહુલની બહેને એક ફોટો શેર કર્યો હતો. તેમાં રાહુલના બેકગ્રાઉન્ડમાં એક પહાડ જોવા મળે છે. ચકોર નેટ યૂઝર્સે તરત જ થોડા સમય પહેલાં શ્રદ્ધા કપૂરે શેર કરેલો એક ફોટો શોધી કાઢયો હતો. તેમાં પણ શ્રદ્ધાના બેક ગ્રાઉન્ડમાં એ જ પહાડ દેખાતો હતો. તે પરથી નક્કી થઈ ગયું હતું કે બંને ગયા મહિને કોઈ હિલ સ્ટેશન જેવી જગ્યાએ સાથે વેકેશન મનાવી રહ્યાં હતાં. 

કોઈ પ્રેમી યુગલ અલગ અલગ ફોટા મૂકે છતાં પણ એકસરખાં  બેકગ્રાઉન્ડના કારણે તેઓ સાથે હોવાનું પુરવાર થઈ જાય તેવું અગાઉ પણ બની ચૂક્યુ છે. રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના વેકેશન ના ફોટાઓમાં મોટાભાગે એકસમાન બેકગ્રાઉન્ડ જ હોય છે. આમ તેઓ જાહેર નહીં કરતાં હોવા છતાં તેઓ બંને સાથે હોવાનો ખ્યાલ લોકોને આવી જાય છે.


Google NewsGoogle News