જાણીતા એક્ટરની 14 વર્ષ નાની પત્નીનો કિસ કરવા ઈનકાર, લગ્ન માટે જ મૂકી હતી શરત!
Raghuram with Natali: રોડીઝ ફેમ રઘુરામે વર્ષ 2018 માં નતાલી ડી લુસિયો સાથે લગ્ન કર્યા. બંનેના આંતરધાર્મિક લગ્ન થયા હતા. એક પોડકાસ્ટમાં આ કપલે તેમના અનોખા લગ્ન અંગે ખુલાસો કર્યો હતો. બીચ પર તેમણે તેલુગુ વિધિથી લગ્ન કર્યા હતા. એ પછી આ કપલે ફરી ખ્રિસ્તી લગ્ન કર્યા હતા.
આ પણ વાંચો : તેરે ઈશ્ક મેં માં ધનુષ સાથે હિરોઈન તરીકે ક્રિતી સેનનની એન્ટ્રી
જેમાં કેટલાક પંજાબી રીત રિવાજોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ દંપતીએ પોતાની પસંદગીઓને ધ્યાનમાં રાખીને લગ્નની ઉજવણીનું આયોજન કર્યું હતું. કારણ કે આ તેમના આંતરધાર્મિક લગ્ન હતા. એટલા માટે ઓફિશિયલ રજીસ્ટ્રેશન માટે તેમને કોર્ટ મેરેજ પણ કરવા પડ્યા હતા. રઘુરામે કહ્યું કે, પત્ની માટે મેં ધૂમ્રપાન કરવાનું પણ છોડી દીધું છે.
કારણ કે હું ખૂબ ધૂમ્રપાન કરતો હતો
તેનું કહેવું છે કે, નતાલી સ્મોકિંગ (ધૂમ્રપાન) કરતી નહોતી. એટલે જ્યારે પણ હું તેને કિસ કરવા જતો, ત્યારે તે પાછળ હટી જતી. કારણ કે હું ખૂબ ધૂમ્રપાન કરતો હતો. હું એક દિવસમાં 1-2 પેકેટ પૂરા કરી નાખતો હતો. જ્યારે અમે ડેટિંગ શરૂ કર્યું, ત્યારે મને ખબર પડી કે નતાલીએ ક્યારેય સ્મોકિંગ કર્યું નથી. અને ક્યારેય કોઈ સ્મોકિંગ કરનારને ડેટ પણ કર્યુ નથી.
સિગારેટની સ્મેલના કારણે તેનો મુડ બગડી ગયો
રઘુએ ડેટ પર જતા પહેલા સ્મોકિંગ કરતો હતો, તે અંગેનો એક કિસ્સો બતાવ્યો હતો. જ્યારે તેણે નતાલીને કિસ કરી ત્યારે તેને સિગારેટની સ્મેલના કારણે તેનો મુડ બગડી ગયો હતો.
આ પણ વાંચો : સલમના સાથે નવી ફિલ્મ બનાવવાનો સૂરજ બડજાત્યાનો સંકેત
મારી સાથે ફ્યુચર વિચારતો હોય તો, સ્મોકિંગ છોડી દેવું પડશે
નતાલીએ રઘુરામને સ્પષ્ટ કહ્યું કે, જો તું મારી સાથે ફ્યુચર વિચારતો હોય તો તારે સ્મોકિંગ છોડી દેવું પડશે. નતાલીના ફરમાન પર તેણે તરત જ સ્મોકિંગ છોડી દીધું હતું.
નતાલી તેનાથી 14 વર્ષ નાની છે
એટલે છેલ્લા 9 વર્ષથી અભિનેતાએ સ્મોકિંગ છોડી દીધુ છે. તેમણે મને મુશ્કેલ નિર્ણય ગણાવ્યો. રઘુ અને નતાલી એક ખુશ કપલ છે. નતાલી તેનાથી 14 વર્ષ નાની છે.