રાઘવ જુયાલ સ્ટારર વેબ સિરીઝ 'ગ્યારહ ગ્યારહ' નું સસ્પેન્સથી ભરપૂર ટીઝર રિલીઝ
Image Source: Facebook
મુંબઈ, તા. 23 મે 2023 મંગળવાર
કરણ જોહરે પોતાની નવી વેબ સિરીઝ ગ્યારહ ગ્યારહ માટે ઓસ્કાર વિનર ગુનીત મોંગા સાથે હાથ મિલાવી દીધા છે. બંનેના પ્રોડક્શન હાઉસ મળીને સસ્પેન્સ અને થ્રિલથી ભરપૂર આ સિરીઝનું નિર્માણ કરી રહ્યા છે. હવે 23 મે એ ગ્યારહ ગ્યારહ નું ટીઝર જારી કરી દેવાયુ છે.
ગ્યારહ ગ્યારહ એક ઈન્વેસ્ટિગેટિવ ફેંટસી ડ્રામા સિરીઝ છે, જે જી 5 પર સ્ટ્રીમ કરવામાં આવશે. સિરીઝમાં ધૈર્ય કારવા, રાઘવ જુયાલ અને કૃતિકા કામરા મુખ્ય ભૂમિકામાં છે. સિરીઝ એક સાથે 3 અલગ-અલગ દાયકાઓ 1990, 2001 અને 2016ની કહાની દર્શાવશે.
સિરીઝની વાર્તા
ગ્યારહ ગ્યારહનું ડાયરેક્શન ઉમેશ બિસ્ટ કરી રહ્યા છે. સિરીઝની કહાની પૂજા બેનર્જી અને સંજય શેખરે સાથે મળીને લખી છે. ગુનીત મોંગા આ વર્ષે ઓસ્કાર જીતનારા સેલેબ્સની લિસ્ટમાં સામેલ છે. મોંગાની ડોક્યુમેન્ટ્રી ફિલ્મ ધ એલિફેન્ટ વિસ્પર્સે ઓસ્કાર 2023માં બેસ્ટ ઓરિજિનલ શોર્ટ ડોક્યુમેન્ટ્રી ફિલ્મની કેટેગરીમાં એવોર્ડ જીત્યો હતો.
રાઘવ જુયાલનો અલગ અંદાજ
ગ્યારહ ગ્યારહમાં રાઘવ જુયાલ પોતાના અત્યાર સુધીના નિભાવવામાં આવેલા પાત્રોથી એકદમ અલગ રૂપમાં જોવા મળી રહ્યા છે. એક્ટરે સૌથી પહેલા ટીવીની દુનિયાથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.