Get The App

કાનની સોશિયલ મીડિયા પોસ્ટમાં ઐશ્વર્યાના નામની બાદબાકીથી રોષ

Updated: May 18th, 2024


Google NewsGoogle News
કાનની સોશિયલ મીડિયા પોસ્ટમાં ઐશ્વર્યાના નામની બાદબાકીથી રોષ 1 - image


- ચાહકોએ રંગભેદનો મુદ્દો ઉછાળ્યોઃ બાદમાં નામ ઉમેરાયું   

- ઐશ્વર્યાએ હાથમાં પાટા સાથે જ  રેડ કાર્પેટ પર ચાલીઃ દીકરી આરાધ્યા દોરવીને આવી

મુંબઈ : ઐશ્વર્યા રાય કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હાથમાં પાટા સાથે જ બ્લેક અને ગોલ્ડન ડ્રેસમાં સજ્જ થઈને રેડ કાર્પેટ પર ચાલી હતી. પરંતુ, આ ફિલ્મ ફેસ્ટિવલના સત્તાવાાર સોશિયલ મીડિયા હેન્ડલ પર ઐશ્વર્યાનો ફોટો પોસ્ટ તેના નામોલ્લેખ વગર જ પોસ્ટ કરાતાં દુનિયાભરના ચાહકો ભારે રોષે ભરાયા હતા.

 તેમણે કાનના આયોજકો પર રંગભેદનો આરોપ પણ લગાવી દીધો હતો. આખરે બાદમાં આ પોસ્ટ એડિટ કરાઈ હતી અને અન્ય  સ્ટાર્સ સાથે ઐશ્વર્યાનું નામ પણ ઉમેરી દેવામાં આવ્યું હતું. ડાયરેક્ટર ફ્રાન્સિસ ફોર્ડ કોપ્પોલાની સાઈ ફાઈ ફિલ્મ મેગાલોપોલિસનું પ્રિમિયર કાન ફેસ્ટિવલમાં યોજાયું હતું. ઐશ્વર્યા તેમાં ભાગ લેવા માટે પહોંચી હતી. આ વખતે તેણે રેડ કાર્પેટ પર વોક પહેર્યું હતું. 

ઐશ્વર્યાએ બ્લેક ગોલ્ડન ગાઉન ધારણ કર્યો હતો જેમાં મેટાલિક એલીમેન્ટસ ઉમેરવામાં આવ્યાં હતાં. કાનની ક્વિન ગણાતી ઐશ્વયોને જોઈ તેના ચાહકો ભારે ખુશ થઈ ગયા હતા. ઐશ્વર્યાને તેની દીકરી આરાધ્યા સહિતની ડિઝાઈનર સહાયકો રેડ કાર્પેટ સુધી દોરી લાવી હતી. ઐશ્વર્યા કાનમાં જવા મુંબઈથી રવાના થઈ ત્યારે તેના હાથમાં પાટો જોવા મળ્યો હતો. આ પાટા સાથે જ તે રેડ કાર્પેટ પર ચાલી હતી. 

 જોકે, બાદમાં કાનના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર ઐશ્વર્યા તથા અન્ય કલાકારોના અપિરિયન્સના ફોટા પોસ્ટ કરાયા હતા.  પરંતુ, તેમાં ઐશ્વર્યાનો નામજોગ ઉલ્લેખ કરાયો ન હતો.  ઐશ્વર્યાને આ પોસ્ટમાં ટેગ પણ કરાઈ ન હતી. તેનાથી દુનિયાભરના ચાહકો ઉકળી ઉઠયા હતા અને તેમણે જાતભાતની કોમેન્ટસનો મારો ચલાવ્યો હતો. કેટલાક ચાહકોએ તો કાનના આયોજકોને રંગભેદી ગણાવી દીધા હતા અને કહ્યું હતું કે ઐશ્વર્યા વગર તમારો ફેસ્ટીવલ અધૂરો છે. બાદમાં આયોજકોને ભૂલ સમજાતાં તેમણે પોસ્ટ એડિટ કરી હતી અને ઐશ્વર્યાનો સવિશેષ ઉલ્લેખ કર્યો હતો. જોકે, તે પછી પણ કેટલાય ચાહકોએ જણાવ્યું હતું કે ઐશ્વર્યા બીજા કલાકારો સાથે સામૂહિક ઉલ્લેખ નહિ પણ એક સોલો પોસ્ટની હક્કદાર છે. 


Google NewsGoogle News