રાધિકા આપ્ટે લગ્નના 12 વરસ પછી માતા બની
- અભિનેત્રીએ બાળકીને સ્તનપાનકરાવતી તસવીર શેર કરી
મુંબઇ: રાધિકા આપ્ટે લગ્નના ૧૨ વરસ પછી માતા બની ઘઇ છે. હાલમાં જ તે લંડન ફિલ્મ ફેસ્ટિવલમા પોતાના બેબી બમ્પ પ્ળોન્ટ કરતીજોવા મળી હતી ત્યારે તે ગર્ભવતી હોવાની લોકોને જાણ થઇ હતી. હવે અભિનેત્રીએ માતા બન્યાના એક અઠવાડિયા પછી પોતાના ચાહકો સાથે ગુડન્યુઝ શેર કર્યા છે.
રાધિકાએ એક પુત્રીને જન્મ આપ્યો છે. જેની જાણ તેની મિત્ર સારા અફઝળે ઇન્સ્ટા પોસ્ટ પર કોમેન્ટ કરીને કરી છે. તેણે લખ્યું છે કે, માય બેસ્ટ ગર્લસ. તસવીરમાં રાધિકા પોતાની પુત્રીને સ્તનપાન કરાવતી જોવા મળી રહી ેછે.
શેર કરેલી તસવીરમાં રાધિકા પોતે લેપટોપ પર કામ કરી રહી છે. તેમજ પુત્રીને બ્રેસ્ટફીડ કરાવી રહેલીજોવા મળે છે. રાધિકાએ કેપ્શનમાં લખ્યું છે કે, બેબીના જન્મના એક અઠવાડિયા પછી પ્રથમ મીટિંગ. બેબી એક અઠવાડિયાની થઇ હઇ છે અને બ્રેસ્ટફીડ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, રાધિકાએ ૨૦૧૨માં બ્રિટિશ વાયોલિન પ્લેયર અને સિંગર બેનેડિક્ટ ટેલર સાથે લગ્ન કર્યા હતા.