સાબરમતી રિપોર્ટમાં વિક્રાંત મેસી સાથે રાશિ ખન્ના અને રિદ્ધી ડોગરા

Updated: Jan 17th, 2024


Google NewsGoogle News
સાબરમતી રિપોર્ટમાં વિક્રાંત મેસી સાથે રાશિ ખન્ના અને રિદ્ધી ડોગરા 1 - image


- ગોધરા કાંડ પર એકતા કપૂરની ફિલ્મ

- ગ્રહણ વેબ સીરીઝના ડાયરેક્ટર રંજન ચંદેલની ફિલ્મ આગામી મે માં રીલીઝ થશે

મુંબઇ : એકતા કપૂર દ્વારા પ્રોડયૂસ કરાઈ રહેલી પોલિટિકલ થ્રીલર ફિલ્મનું ટાઈટલ 'સાબરમતી  રિપોર્ટ' હોવાનું કન્ફર્મ થયું છે. આ ફિલ્મમાં વિક્રાંત મેસી મુખ્ય ભૂમિકામાં હશે. તેની સાથે સહકલાકારો તરીકે રાશિ ખન્ના અને રિદ્ધી ડોગરા જોવા મળશે. 

 ફિલ્મનું દિગ્દર્શન રંજન ચંદેલ કરી રહ્યા છે. તેમની 'ગ્રહણ' વેબ સીરીઝ બહુ વખણાઈ હતી. આથી, ગુજરાતના ગોધરા કાંડ પર આધારિત આ ફિલ્મ વિશે આશાઓ વધી છે. 

રાશિ ખન્ના અગાઉ 'ફર્ઝી' વેબ સીરીઝથી જાણીતી છે જ્યારે રિદ્ધિ ડોગરા તાજેતરમાં 'જવાન' ફિલ્મમાં જોવા મળી હતી. 

આ ફિલ્મ આગામી  મે માસમાં રીલીઝ કરવામાં આવશે તેવી જાહેરાત કરાઈ છે. 

ફિલ્મમાં  વિક્રાંત મેસી તથ્યોની શોધમાં નીકળેલા ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટની ભૂમિકામાં હોવાનું જાણવા મળે છે. 


Google NewsGoogle News