'પ્યાર કા પંચનામા' ફેમ સોનાલી સહગલ લગ્નના બંધનમાં બંધાઈ, સામે આવી તસવીરો
Image Source: instagram
- સોનાલી સહગલે પોતાના બોયફ્રેન્ડ બિઝનેસમેન આશીષ સજનાની સાથે લગ્ન કર્યા
નવી દિલ્હી, તા. 09 જૂન 2023, બુધવાર
'પ્યાર કા પંચનામા' ફેમ સોનાલી સહગલ લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. તેમણે આજે પોતાના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ બિઝનેસમેન આશીષ સજનાની સાથે લગ્ન કરી લીધા છે. બંને લગભગ 5-6 વર્ષોથી એક-બીજા સાથે રિલેશનમાં હતા. વર્ષો સુધી ડેટ કર્યા બાદ આજે બંને લગ્નના બંધનમાં બંધાયા.
બંનેના લગ્નની તસવીરો પણ સામે આવી ગઈ છે. આ તસવીરો સોનાલીએ ઈન્સ્ટાગ્રામ દ્વારા ફેન્સ સાથે શેર કરી છે. સોનાલી પિંક કલરની સાડીમાં નજર આવી રહી છે તો આશીષે વ્હાઈટ કલરની સેરવાની પહેરી છે.
આ આઉટફિટમાં બંને ખૂબ જ સુંદર લાગી રહ્યા છે અને બંનેની જોડી કમાલ લાગી રહી છે. તસવીરો શેર કરતા સોનાલીએ કેપ્શનમાં લખ્યું- 'સબ્ર ઔર શુક્ર'
બંને આજે લગ્નના બંધનમાં બંધાયા હતા. તેમના લગ્નમાં માત્ર નજીકના મિત્રો અને પરિવાર વાળા સામેલ થયા હતા.