Get The App

પુષ્પાના દિગ્દર્શક ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી દેવાના મૂડમાં

Updated: Dec 27th, 2024


Google NewsGoogle News
પુષ્પાના દિગ્દર્શક ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી દેવાના મૂડમાં 1 - image


- એક જાહેર કાર્યક્રમમાં સંકેત આપ્યો

- જોકે, સુકુમાર મજાક કરી રહ્યા હોવાનો રામચરણનો દાવોઃ અલ્લુ અર્જુન સાથે મતભેદોની ચર્ચા

મુંબઇ : 'પુષ્પા'ના બંને ભાગના  દિગ્દર્શક સુકુમારે  સિનેમા છોડવાનો સંકેત આપતાં ચર્ચા છેડાઈ છે. જોકે, એક્ટર રામચરણે સુકુમાર મજાક મજાકમાં આ વાત કરી રહ્યા હોવાનો દાવો કર્યો છે. 

સુકુમારની આ જાહેરાત વિશે અનેક અટકળો વ્યક્ત થઈ રહી છે. ' પુષ્પા ટૂ'ના શૂટિંગ વખતે જ અલ્લુ અર્જુન અને સુુકુમાર વચ્ચેના મતભેદો બહાર આવ્યા હતા. તેના કારણે આ ફિલ્મના કેટલાય ભાગનું રીશૂટિંગ કરવું પડયુ ંહતું. તેના કારણે ફિલ્મની રીલિઝ પણ પાછળ ઠેલાઈ ગઈ હતી. જોકે, કેટલાકના મતે તાજેતરમાં 'પુષ્પા ટૂ'ના પ્રિમિયર શોમાં ભાગદોડમાં મહિલાના મોત બાદ થયેલી કન્ટ્રોવર્સીના કારણે પણ સુકુમાર નારાજ છે. 

'ડલાસ'માં એક ઈવેન્ટમાં સુકુમારને તેઓ જિંદગીમાં શું છોડવા માગે છે તેવો સવાલ પૂછાયો હતો. સુકુમારે પોતે સિનેમા છોડવા ઈચ્છે છે તેવો જવાબ આપ્યો હતો. 


Google NewsGoogle News