પુષ્પા ટૂનું પોલીસ પર કટાક્ષ કરતું નવું ગીત રદ કરાયું
- પુષ્પા ટૂ ફરી નવા વિવાદમાં સપડાઈ
- પોલીસ વિરોધી ગીત હૈદરાબાદ પોલીસ માટે હોવાના અર્થઘટન બાદ વિવાદ
મુંબઇ : અલ્લુ અર્જુનની 'પુષ્પા ટૂ' નવા વિવાદમાં ફસાઈ છે. ફિલ્મનું એક નવું ગીત 'દમુન્તે પટ્ટુકોરા' યુ ટયૂબ પર રીલિઝ કરાયું હતું. પરંતુ, 'અગર તુમ મે હિંમત હૈ તો મુઝે પકડ લો શેખાવત' એવા શબ્દ પ્રયોગોથી વિવાદ સર્જાયો હતો. આ ફિલ્મમાં પોલીસ પર કટાક્ષ હતો. પરંતુ, આ કટાક્ષ અલ્લુ અર્જુન સામેના કાનૂની કેસના કારણે હૈદરાબાદ પોલીસ પર કરવામાં આવ્યો છે તેવાં અર્થઘટન સાથે ચાહકોએ ટીકાનો મારો ચલાવ્યો હતો. છેવટે આ ગીત યુ ટયૂબ પરથી દૂર કરી દેવાયું હતું.
આ ગીત સોશયલ મીડિયા પર વાયરલ થતાં જ નેટ યૂઝર્સએ પ્રશ્રો ઉઠાવ્યા હતા તેમજ આશ્ચર્ય પણ જતાવ્યુ ંહતું. તેમનું કહેવું છે કે, સંધ્યા થિયેટરની ભાગદોડની ઘટનામાં મહિલાના મોતની તપાસ કરી રહેલા પોલીસ અધિકારીઓ પર આ ગીત એક કટાક્ષ સમાન છે.
ઉલ્લેખનીય છે કે આ કેસમાં અલ્લુ અર્જુનની ધરપકડ થઈ હતી. બાદમાં તેને જામીન મળ્યા હતા. તે પછી પણ પોલીસે તેને પૂછપરછ માટે બોલાવ્યો હતો.