પુષ્પા 3' ફિલ્મ રિલીઝ નહીં થાય? ડાયરેક્ટર સુકુમારના નિવેદનથી ફેન્સને મોટો આંચકો
Pushpa 3 Movie Will Not be Released: હાલમાં પુષ્પા 2 ખૂબ જ ચર્ચામાં છે. ચાહકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી રહી છે. અલ્લુ અર્જુનની ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી રહી છે. હાલમાં જ એવી ચર્ચા ચાલી રહી છે કે, ડાયરેકટર સુકુમાર ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડવા જઈ રહ્યા છે. હૈદરાબાદમાં થયેલા અકસ્માત બાદ અલ્લુ અર્જુન અને ડાયરેક્ટર સુકુમાર ખૂબ જ ચર્ચામાં છે. તાજેતરમાં જ એક ઈવેન્ટ દરમિયાન ડાયરેક્ટર સુકુમારે ચાહકોને મોટો ઝટકો આપ્યો હતો. ચાલો જાણીએ સુકુમારે શું કહ્યું.
આ પણ વાંચો: સંધ્યા થિયેટર કેસમાં પીડિત પરિવારને બે કરોડનું વળતર આપીશું, અલ્લુ અર્જુનની જાહેરાત
હું સિનેમા છોડવા માગું છું
એક ઈવેન્ટ દરમિયાન ડાયરેક્ટર સુકુમારે સૌને ચોકાવી દીધા છે, જેને સાંભળીને ચાહકો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે કહ્યું કે, હું સિનેમા છોડવા માગું છું. પુષ્પા 2 પછી જ પુષ્પા 3 ની જાહેરાત કરવામાં આવી હતી. હવે ચાહકોના મનમાં એક સવાલ આવી રહ્યો છે કે ડાયરેક્ટર પુષ્પા 3માં કામ કરશે કે નહીં.
સંધ્યા થિયેટરની ઘટના બાદ સુકુમારે ભર્યું આવુ પગલું
હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, જ્યારે ડાયરેક્ટર સુકુમાર આવું બોલી રહ્યા છે, ત્યારે રામ ચરણ આશ્ચર્યચકિત થઈ જાય છે અને તેના હાથમાંથી માઈક લઈ લે છે, પરંતુ રામ ચરણ ચાહકોને વચન આપે છે કે આવું નહીં થાય. સુકુમારનો વીડિયો વાયરલ થયા બાદ ચાહકો પણ નારાજ થયા છે. કેટલાક ચાાહકો કહે છે કે સુકુમાર સંધ્યા થિયેટર વિવાદ બાદ આવું પગલું ભરી રહ્યા છે. કોઈ એવું કહી રહ્યું છે કે, સુકુમાર અલ્લુ અર્જુનથી નારાજ હોવાના કારણે આવું કરી રહ્યા છે.