Get The App

પુષ્પા-ટુ રિલીઝના ૫૬ દિવસ પછી જ ઓટીટી પર આવશે

Updated: Dec 22nd, 2024


Google NewsGoogle News
પુષ્પા-ટુ રિલીઝના ૫૬ દિવસ પછી જ ઓટીટી પર આવશે 1 - image


- ફિલ્મના નિર્માતાઓએ ઓટીટી પરની સ્ટ્રીમની અફવા પર સ્પષ્ટતા કરી

મુંબઇ : અલ્લુ અર્જુનની પુષ્પા ટુ બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી રહી છે. થિયેટર રિલીઝ પછી હવે આ ફિલ્મ ઓટીટી પર ક્યારે રિલીઝ કરવામાં આવશે તેની ચર્ચા થઇ રહી છે. તેવામાં ફિલ્મના નિર્માતાએ  પુષ્પા ટુની ઓટીટી પર સ્ટ્રીમની અફવા પર રોક લગાવી દીધી છે. આ ફિલ્મ રિલીઝને ૫૬ દિવસ પૂરા થયા પહેલા ઓટીટી પર રિલીઝ કરવામાં નહીં આવે તેમ સ્પષ્ટતા કરી દીધી છે. 

વાસ્તવમાં  પુષ્પા ટુને નેટફિલ્કસ પર ૯ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ સ્ટ્રીમ કરવામાં આવશે તેવી અફવા હતી. પરંતુ મૈત્રી મુવીજે પોતાના સત્તાવાર એક્સ હેનડલ પરથી આ પોસ્ટને ખોટી ગણાવી છે. નિર્માતાઓએ પોસ્ટમાં લખ્યું છે કે, પુષ્પા ટુની ઓટીટી રિલીઝના વિશે અફવાઓ થઇ રહી છે. સીઝનની આ સૌથી વધુ મનોરંજક ફિલ્મનો હાલ દર્સકો રૂપેરી પડદા પર આનંદ માણે. આ ફલિમે ૫૬ દિવસ પહેલા કોઇ પણ ઓટીટી પર સ્ટ્રીમ કરવામાં આવશે નહીં.

રસપ્રદ છે કે અલ્લુ અર્જુનની પુષ્પા ટુ ધ રુલ્સ સૌથી વધુ કમાણી હિન્દી ભાષામાં કરી રહી છે. આ ફિલ્મ હિંદીમાં જ પંદર દિવસોમાં ૬૩૨.૬ કરોડ રૂપિયાનો કારોબાર કર્યો છે. 


Google NewsGoogle News