'પુષ્પા 2'ની મોટી છલાંગ, RRR અને KGF 2ને પછાડી, ત્રીજી સૌથી મોટી ભારતીય ફિલ્મ બની
Image: Facebook
Pushpa 2 Box Office Collection: અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની 'પુષ્પા 2: ધ રુલ' એ રવિવારે એક વખત ફરી પોતાની કમાણીથી ચોંકાવી દીધા છે. રિલીઝના 11 માં દિવસે તેણે દેશમાં 76.60 કરોડ રૂપિયાનું બમ્પર નેટ કલેક્શન કર્યું છે. એટલું જ નહીં યશની KGF2 અને રામ ચરણ-જુનિયર એનટીઆરની RRRને પછાડીને આ વર્લ્ડવાઈડ ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ઈન્ડિયન ફિલ્મ બની ગઈ છે. વિશ્વભરમાં સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મોમાં હવે આ બાહુબલી 2 અને દંગલ આનાથી આગળ છે. મજેદાર વાત એ છે કે 11 દિવસોમાં પુષ્પા 2 એ માત્ર હિંદી વર્જનથી પોતાના બજેટથી વધુનું નેટ વેપાર કરી લીધો છે.
સુકુમારના ડાયરેક્શનમાં બનેલી એક્શન-ડ્રામા પુષ્પા 2નો ક્રેઝ દર્શકો અને ચાહકોના માથે ચઢીને બોલી રહ્યો છે. પોતાના પહેલા વીકેન્ડમાં તેણે દેશમાં 354.10 કરોડ રૂપિયાનો નેટ વેપાર કર્યો હતો જ્યારે બીજા વીકેન્ડમાં 176.30 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન થયું છે. ખાસ વાત એ પણ છે કે 500 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે 11 દિવસોમાં માત્ર હિન્દી વર્જનથી 552.10 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું છે.
પુષ્પા 2 બોક્સ ઓફિસ કલેક્શન ડે 11
રિપોર્ટ અનુસાર શનિવારે 10 માં દિવસે અલ્લુ અર્જુનની આ ફિલ્મે દેશમાં તમામ પાંચ ભાષાઓમાં 63.30 કરોડ રૂપિયા કમાયા હતા જ્યારે રવિવારે વીકેન્ડની રજાના કારણે તેની કમાણીમાં 21.01% નો વધારો થયો. તેણે ભારતીય બોક્સ ઓફિસ પર કુલ 76.60 કરોડ રૂપિયાનો વેપાર કર્યો છે. આમાં સૌથી વધુ 54 કરોડ રૂપિયા હિંદીથી, તેલુગુથી 18.25 કરોડ રૂપિયા, તમિલથી 3.30 કરોડ રૂપિયા, જ્યારે મલયાલમથી 45 લાખ રૂપિયા અને કન્નડથી 60 લાખ રૂપિયાનો વેપાર થયો છે.
પુષ્પા 2 વર્લ્ડવાઈડ કલેક્શન: 11 દિવસોમાં 1302 કરોડ પાર
પુષ્પા 2: ધ રુલે 11 દિવસોમાં વર્લ્ડવાઈડ 1302 કરોડ રૂપિયાની ગ્રોસ કમાણી કરી લીધી છે. તેમાંથી વિદેશોમાં 225 કરોડ રૂપિયાની ગ્રોસ કમાણી થઈ છે, જ્યારે ભારતમાં 1077.60 કરોડનો ગ્રોસ બિઝનેસ થયો છે. આ સાથે તેણે એસએસ રાજામૌલીની RRR (1230 કરોડ) અને યશની KGF: Chapter 2 (1215 કરોડ) ની લાઈફટાઈમ કમાણીને પછાડી દીધી છે. આ હવે વર્લ્ડવાઈડ ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની ચૂકી છે.
આ પણ વાંચો: અલ્લુ અર્જુન બનશે શક્તિમાન? એક્ટર મુકેશ ખન્નાનું નિવેદન
વર્લ્ડવાઈડ સૌથી વધુ કમાણી કરનારી ટોપ-10 ભારતીય ફિલ્મો
દંગલ | 2016 | 2070.30 કરોડ રૂપિયા |
બાહુબલી 2: ધ કન્કલુઝન | 2017 | 1788.06 કરોડ રૂપિયા |
પુષ્પા 2:ધ રુલ | 2024 | 1302.00 કરોડ રૂપિયા |
RRR | 2022 | 1230.00 કરોડ રૂપિયા |
KGF ચેપ્ટર | 2022 | 21215.00 કરોડ રૂપિયા |
જવાન | 2023 | 1160 કરોડ રૂપિયા |
પઠાણ | 2023 | 1055 કરોડ રૂપિયા |
કલ્કિ 2898 AD | 2024 | 1042.25 કરોડ રૂપિયા |
બજરંગી ભાઈજાન | 2015 | 922.03 કરોડ રૂપિયા |
એનિમલ | 2023 | 915.00 કરોડ રૂપિયા |
ત્રીજા વીકેન્ડમાં બાહુબલી 2 ને પછાડી શકે છે પુષ્પા 2
પુષ્પા 2 ની કમાણીની રફ્તાર કોઈ તોફાન જેવી છે. એવું લાગી રહ્યું છે કે આ બ્લોકબસ્ટર ફિલ્મ પોતાના ત્રીજા વીકેન્ડ સુધી રાજામૌલીની બાહુબલી 2 (1790 કરોડ) ની લાઈફટાઈમ કમાણીને પણ પછાડી દેશે. આશા છે કે પુષ્પા 2 બીજી એવી ફિલ્મ બનશે, જે વર્લ્ડવાઈડ 2000 કરોડનો બિઝનેસ કરશે. આ સમયે વર્લ્ડવાઈડ સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ આમિર ખાનની દંગલ છે. જેને લાઈફટાઈમ 2070 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કર્યું હતું. જોવાનું એ રસપ્રદ રહેશે કે શું આ 'દંગલ' ને પછાડીને વર્લ્ડવાઈડ નંબર 1 ઈન્ડિયન ફિલ્મ બને છે.
11 દિવસોમાં દેશમાં 902.10 કરોડ રૂપિયાનું બમ્પર નેટ કલેક્શન
ભારતીય બોક્સ ઓફિસ પર પુષ્પા 2 એ રવિવારે 1000 કરોડની ગ્રોસ કમાણીનો આંકડો પાર કરી લીધો છે. તેણે 11 દિવસોના દેશમાં કુલ 1077.60 કરોડ રૂપિયાની ગ્રોસ કમાણી કરી છે. જ્યારે 902.10 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું છે. રસપ્રદ એ છે કે મૂળરીતે તેલુગુમાં બનેલી આ ફિલ્મે સૌથી વધુ કમાણી હિંદી વર્જનથી કરી છે. 11 દિવસોમાં હિંદી વર્જનથી 552.10 કરોડ રૂપિયા કમાયા છે. તેલુગુથી 281.60 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન થયુ છે. આ સિવાય તમિલ વર્જનથી 48.40 કરોડ રૂપિયા, મલયાલમથી 13.45 કરોડ રૂપિયા અને કન્નડથી 6.55 કરોડ રૂપિયાની કમાણી થઈ છે.
આ પણ વાંચો: 'મેં ગયા વર્ષે જ ગુપ્ત લગ્ન કરી લીધાં હતા...', બોલિવૂડ એક્ટ્રેસનો ચોંકાવનારો ખુલાસો
11 દિવસમાં પુષ્પા 2 નું વર્લ્ડવાઈડ ગ્રોસ કલેક્શન- 1302.00 કરોડ રૂપિયા
11 દિવસમાં પુષ્પા 2 નું ઓવરસીઝ ગ્રોસ કલેક્શન - 225.00 કરોડ રૂપિયા
11 દિવસમાં દેશમાં પુષ્પા 2 નું ગ્રોસ કલેક્શન - 1077.60 કરોડ રૂપિયા
11 દિવસમાં દેશમાં પુષ્પા 2 નું નેટ કલેક્શન - 902.10 કરોડ રૂપિયા
11 દિવસમાં દેશમાં હિંદી વર્જનથી નેટ કલેક્શન - 552.10 કરોડ રૂપિયા
હિંદીમાં સૌથી ઝડપથી 500 કરોડ રૂપિયા કમાનારી ફિલ્મ
પુષ્પા 2 હિંદી વર્જનમાં સૌથી ઝડપથી 500 કરોડ રૂપિયા કમાનારી ફિલ્મ પણ બની ચૂકી છે. આ પહેલા શાહરૂખ ખાનની જવાને 18 દિવસમાં હિંદીમાં 500 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું હતું. અલ્લુ અર્જુનની આ ફિલ્મે 11 દિવસમાં જવાન (582 કરોડ) અને સ્ત્રી 2 (598 કરોડ) ને છોડીને બાકી તમામ ફિલ્મોની લાઈફટાઈમ કમાણીને પછાડી દીધી છે. આ હિન્દીમાં પણ ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ચૂકી છે.